સુધારા વધારા કરેલા વાહનનું રજીસ્ટ્રેશન નહી થાય: સુપ્રીમ કોર્ટ

10 January 2019 12:03 PM
India
  • સુધારા વધારા કરેલા વાહનનું રજીસ્ટ્રેશન નહી થાય: સુપ્રીમ કોર્ટ

એન્જીન બદલવું હોય તો પણ પુર્વ મંજુરી આવશ્યક

Advertisement

નવી દિલ્હી તા.10
જે તમે તમારી દેશી મોડેલના વાહનને ચકાસતા વિદેશી બ્રાન્ડ જેવું લાગે એ માટે ફેરફાર કર્યા હોય તો ટ્રાન્સપોર્ટ સતાવાળાઓ હવેથી એ વાહનનું રજીસ્ટ્રેશન કરવા ઈન્કાર કરશે.
એક મહત્વના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અરુણ મિશ્ર અને વિનીત સરણની પીઠે કેરળ હાઈકોર્ટનો નિર્ણય ઉલ્ટાવી
ઠરાવ્યું હતું કે રજીસ્ટર કરાવવામાં આવી
રહેલ વાહન વ્હીકલ એકટની કલમ 52(1) હેઠળ ઉત્પાદનો માટે નકકી કરાયેલા મૂળભૂત સ્પેશીફીકેશન મુજબના હોવા જોઈએ.
બેંચે જણાવ્યું હતું કે માલિકની પસંદગી મુજબ કાર રંગવી અથવા કાયદા હેઠળની પરવાનગી હેઠળ નાના મોટા ફેરફારોના કારણે વાહન રજીસ્ટ્રેશન માટે ગેરલાયક નહીં ઠરે, પણ જે ઘડીએ માળખાગત-ધરખમ ફેરફાર કરી વાહનની બોડી અથવા ચેસીસ બદલવામાં આવી હોય તો એ રજીસ્ટ્રેશન માટે પાત્ર નહીં બને.
બેંચ માટે ચુકાદો લખનારા જસ્ટીસ મિશ્રએ જણાવ્યું હતું કે મેન્યુફેકચર કરાયેલા વાહનના પ્રોટોટાઈપને જ રોડવર્ધીનેસ અને સેફટી ફીચર્સ માટે પરીક્ષણ કરવામાં આવે છે અને એથી મેન્યુફેકચરરના ઓરીજીનલ સ્પેશીફીકેસન સાથે મેળ ન ખાતા વાહનની રજીસ્ટ્રેશન માટે પરવાનગી આપી શકાય નહીં.
બેંચે જણાવ્યું હતું કે જૂના વાહનનું એક જ કંપનીનું એન્જીન બદલવા માટે પણ રજીસ્ટરીંગ ઓથોરીટીની પૂર્વ મંજુરી મેળવવી જોઈએ અથવા રજીસ્ટ્રેશન રદ થવાના જોખમનો સામનો કરવો જોઈએ.


Advertisement