દેશના પ્રથમ સમાનવ અવકાશયાનમાં એક મહિલા અવકાશયાત્રીની સંભાવના

10 January 2019 11:50 AM
Astrology India
  • દેશના પ્રથમ સમાનવ અવકાશયાનમાં એક મહિલા અવકાશયાત્રીની સંભાવના

એરફોર્સ પાસેથી કુશળ પાઈલોટની ટીમ મેળવાશે: તાલીમ બાદ આખરી પસંદગી

Advertisement

નવી દિલ્હી: અવકાશ સફરમાં ભારત હવે સમાનવ અવકાશયાન મોકલવા માટે તૈયારી કરી રહ્યું છે અને હાલ જે અવકાશયાન મોકલવા તૈયારી છે તેમાં એક જ સાથે ત્રણ અવકાશયાત્રી સફર કરી શકે તેવી સુવિધા છે પણ પ્રથમ ઉડાનમાં બે અવકાશયાત્રીઓને મોકલાશે જેમાં એક મહિલા અવકાશયાત્રી મહિલા હશે.
ભારતની આ મેઈડન અવકાશયાત્રી સાથેની સફર 2021નાં બીજા અર્ધ વર્ષમાં યોજાઈ શકે છે. ભારતના સંશોધન ક્ષેત્રે કાર્યરત ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચેરમેન કે.શિવને એક મુલાકાતમાં કહ્યું કે અવકાશયાત્રીની પસંદગીની પ્રક્રિયા શરુ થઈ છે તેથી કોઈ પ્રાથમીક તારણ આપવાની ઉતાવળ થવી જોઈએ નહી.
પણ અમો એક મહિલા અવકાશયાત્રી માટે અમો ઈન્કાર કરતા નથી. તેઓએ વડાપ્રધાનના એ વિધાનની યાદ અપાવી કે ભારતની પ્રથમ ઉડાનમાં સ્ત્રી કે પુરુષ કોઈપણ હોઈ શકે છે અને અમો પ્રથમ સફરમાં મહિલા અવકાશયાત્રીને સામેલ કરવા માટે આશાવાદી છીએ પણ તેમાં અનેક પ્રકારની કુશળતા જરૂરી છે. અમો મહિલાની પસંદગીમાં ભારતીય હવાઈદળ પાસેથી યોગ્ય મહિલા પાઈલોટ મેળવશું અને તાલીમની સમગ્ર પ્રક્રિયામાં હવાઈ દળ સામેલ હશે. તેઓએ ઉમેર્યુ કે વિશ્ર્વમાં અત્યાર સુધી 550 અવકાશયાત્રીઓએ આ સફર માણી છે જેમાં 60 મહિલાઓ પણ છે. તેઓએ જણાવ્યું કે અમો પહેલાથી કોઈની પસંદગી કરીને પછી તેને તાલીમ આપવાના નથી પણ પહેલા 10 ઉમેદવારોને તાલીમ આપશું અને તેમાં જે શ્રેષ્ઠ હશે તેને આખરી પસંદગીમાં સામેલ કરશું. આ તાલીમ ભારત અને વિદેશ બન્નેમાં અપાશે. રશિયા-ફ્રેન્ચના સ્પેસ-મીશન આ માટે સહયોગ આપી રહ્યા છે.


Advertisement