આઈઆરસીટીસી મારફત વિમાની ટિકીટ બુકીંગ પર રૂા.50 લાખનો વિમો ફી

10 January 2019 11:49 AM
India
  • આઈઆરસીટીસી મારફત વિમાની ટિકીટ બુકીંગ પર રૂા.50 લાખનો વિમો ફી

રેલવેની વેબસાઈટ હવાઈ મુસાફરોને આકર્ષવા સક્રીય

Advertisement

નવી દિલ્હી: આગામી માસથી તમો જયારે વિમાની પ્રવાસ કરવા માટે આઈઆરસીટીસી મારફત ઈ-ટિકીટ બુકીંગ કરાવો તો સાથે રૂા.50 લાખનો વિમો ફીમાં મળશે. અન્ય તમામ પ્રાઈવેટ પોર્ટલ એર ટિકીટ બુકીંગ સમયે વિમા કવચ માટે ચાર્જ કરે છે પણ આઈઆરસીટીસી હવે રૂા.50 લાખ સુધીનો વિમો કોઈ ચાર્જ વગર જ આવશે. ભારતીય રેલ્વેના જ એક સાહસ ઈન્ડીયન રેલવે કેટરીંગ-ટુરીઝમ કોર્પોરેશનના ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર એમ.પી.માલના જણાવ્યા મુજબ અમારા પોર્ટલ મારફત થતા તમામ એરબુકીંગ પછી તે ઘરેલું હોય કે આંતરરાષ્ટ્રીય ઉડાન પર હો અને કોઈપણ વર્ગની મુસાફરીની ટિકીટ બુક કરાવે તેમાં આ વિમા છત્ર ફ્રી મળશે અને તે આકસ્મીક મૃત્યુ કે કાયમી અપંગતાને પણ આવરી લેશે અને તેના પ્રીમીયમ આઈઆરસીટીસી જ ભોગવશે અને મુસાફર રીટર્ન ટિકીટ સહીતની ટ્રીપ માટે આ પ્રકારની સુવિધા મેળવશે. હાલ આ
પોર્ટલ પર રોજ 5000થી 6000 રેલવે ટિકીટ બુક થાય છે અને અન્ય પોર્ટલ જયારે પ્રોસેસીંગ ચાર્જ તરીકે વસુલે છે. આ પોર્ટલ ફકત રૂા.50 જ વસુલે છે.
આઈઆરસીટીસીના પ્લેટફોર્મ પર હોટેલ બુકીંગ પણ ઓફર થાય છે. જેમાં ગ્રાહકે કોઈ ચાર્જ આપવાનો રહેતો નથી. હવે આ પોર્ટલ નવા ગ્રાહકનો આવકારવા વધુ ઓફર્સ પણ લાવી રહ્યું છે. ગત મહીને જ એર ઈન્ડીયા અને રેલવેએ ટાઈઅપ કર્યુ છે અને રેલવેની લકઝરી ટ્રેનમાં બુકીંગ કરાવનારને પણ ખાસ ડિસ્કાઉન્ટ આપે છે.


Advertisement