કાશ્મીર સરહદ ફરી ધણધણી: ગોળીબાર-તોપમારો

10 January 2019 11:47 AM
India
  • કાશ્મીર સરહદ ફરી ધણધણી: ગોળીબાર-તોપમારો

ત્રણ દિવસમાં 7મી વખત પાક દ્વારા યુદ્ધવિરામ ભંગ: વ્હેલી સવારે સૈન્ય ચોકીઓને નિશાન બનાવી

Advertisement

શ્રીનગર તા.10
કાશ્મીર સરહદે વધુ એક વખત યુદ્ધવિરામ ભંગનો સિલસિલો શરુ થઈ ગયો હોય તેમ ત્રણ દિવસમાં સાતમી વખત સરહદ ધણધણી હતી. પાકીસ્તાન તરફથી ગોળીબારનો ભારતીય સૈન્ય દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો.
પાકીસ્તાની સૈન્યદળોએ આજે વ્હેલી સવારે પૂંછ ક્ષેત્રમાં ગોળીબાર કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. વાસ્તવિક અંકુશરેખા પર ભારતીયદળોને ઉશ્કેરવા માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો. સૈન્ય ચોકીઓને નિશાન બનાવીને ગોળીબાર તથા તોપમારો કરવામાં આવ્યો હતો જેનો ભારતીય દળોએ વળતો જડબાતોડ જવાબ આપ્યો હતો. સતાવાર સાધનોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં સાતમી વખત સરહદ ધણધણી છે. આ પુર્વે મંગળવાર અને બુધવારે પણ છ વખત ગોળીબાર કરીને યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. બન્ને દેશો વચ્ચે 2003માં યુદ્ધ વિરામના કરાર કરવામાં આવ્યા હતા. 2018માં પાકીસ્તાને 2936 વખત યુદ્ધ વિરામનો ગુલમુર જેવા ક્ષેત્રોને નિશાન બનાવ્યા હતા.


Advertisement