ગુજરાતના 17માંથી 4 એન્કાઉન્ટર શંકાસ્પદ; વણઝારા સહીતના અધિકારીઓની સંડોવણીની શંકા

10 January 2019 11:45 AM
Ahmedabad Gujarat
  • ગુજરાતના 17માંથી 4 એન્કાઉન્ટર શંકાસ્પદ;
વણઝારા સહીતના અધિકારીઓની સંડોવણીની શંકા

બેદી સમીતીનો રિપોર્ટ ફરી હલચલ મચાવશે

Advertisement

નવી દિલ્હી તા.10
2002 અને 2006 વચ્ચે ગુજરાતમાં થયેલા 17 એન્કાઉન્ટર કેસની તપાસ પર નજર રાખવા સુપ્રીમ કોર્ટ નિયુક્ત સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) એ 4 એન્કાઉન્ટરને બનાવટી અથવા શંકાસ્પદ ગણાવ્યા છે.
2012માં રચાયેલી સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ હરીજીતસિંહ બેટીના વડપણ હેઠળના એટીએફએ 26 ફેબુઆરી 2018એ સર્વોચ્ચ અદાલતને રિપોર્ટ સોંપ્યો હતો.
230 પાનાના રિપોર્ટની સામગ્રીથી વાકેફ સૂત્રોના જણાવ્યા મુજબ 2002ના રમખાણો પછી થયેલા શંકાસ્પદ એન્કાઉન્ટરોમાં કેટલાક પોલીસ અધિકારીઓની સંડોવણી હોવાનો બેડીએ સંકેત આપ્યો છે. આ પોલીસ અધિકારીઓમાં બે વખતના ગુજરાત ક્રાઈમ બ્રાંચના વડા નિવૃત આઈપીએસ ડી.જી.વણઝારાનો સમાવેશ થાય છે. તાજેતરમાં તેમને સોહરાબુદીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસમાંથી છોડી મુકવામાં આવ્યા હતા.
જો કે એસટીએફએ કોઈ રાજકીય નેતાને દોષિત ઠરાવ્યા હતા. આ એન્કાઉન્ટરો થયા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા.
બનાવટી એન્કાઉન્ટરોનો ભોગ બનેલાઓના સગા-વહાલા સહીત કેટલાય સાક્ષીઓએ એસટીએફ સમક્ષ જુબાની આપવાનું પસંદ કર્યુ નહોતું. બેદીની તપાસમાં 4 કેસમાં છીદ્રો જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે બુધવારે હજુ સાર્વજનિક નહીં થયેલા અહેવાલની નકલ કેસના અરજદારોને આપવા આદેશ કર્યો હતો. અરજદારો રિપોર્ટમાં દર્શાવાયેલા પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી શકેછે.
જે 4 કેસ શંકાસ્પદ જણાયા છે, તેમાં પીડિતાને વચગાળાનું વળતર મંજુર કરાયું છે.
22 ઓકટોબર 2002એ ઠાર મારવામાં આવેલા સમીરખાન પઠાણના પરિવારજનોને સૌથી વધુ 25 લાખનું વળતર અપાયું છે. પઠાણ સામે જૈશ-એ-મોહમ્મદનો ઓપરેટીવ હોવાનો અને મોદીની હત્યા કરવાનો આરોપ હતો.


Advertisement