ભારતના ઈતિહાસની સૌથી મોટી 130 કરોડની સાઈબર છેતરપીંડી

10 January 2019 11:43 AM
Crime India
  • ભારતના ઈતિહાસની સૌથી મોટી 130 કરોડની સાઈબર છેતરપીંડી

ચીનના હેકરોએ ભારત સ્થિત ઈટાલીયન કંપનીને નિશાન બનાવી

Advertisement

મુંબઈ તા.10
ભારતમાં સાઈબર ઈતિહાસની સૌથી મોટી છેતરપીંડીમાં ભારતમાં કાર્યરત ઈટાલીયન કંપનીએ 130 કરોડની છેતરપીંડી આચરી છે. ચીનના હેકરાની ટોળકી દ્વારા આ કારસ્તાન કરવામાં આવ્યું હતું. આ મામલે મુંબઈની સાઈબરક્રાઈમ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે.
નવેમ્બર મહિનામાં થયેલી આ છેતરપીંડી વિશે ઈટાલીયન કંપનીના વડા ડીસેમ્બરમાં ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેની જાણ થઈ હતી. હેકર્સે મિલાનમાં મુખ્ય મથક ધરાવતી કંપની ટેકનીમોન્ટ સ્યાના ભારતીય એકમ ટેકનિમોન્ટ પ્રા.લિ.ને ઈ-મેઈલ કર્યા હતા જે ગ્રુપ સીઈઓ પિયરોબેર્ટો ફોલ્જીયેરોના એકાઉન્ટ જેવું જ દેખાતું હતું એમ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
હેકરોએ ચીનમાં સંભવિત ‘અત્યંત ગુપ્ત’ એકવીઝીશન માટે શ્રેણીબદ્ધ કોન્ફરન્સ કોલ કર્યા હતા. આ કોલ્સ દરમિયાન કેટલાક લોકોએ વિવિધ ભૂમિકા ભજવી હતી. તેઓએ પોતાને ગ્રુપ સીઈઓ અને સ્વીટઝરલેન્ડ સ્થિત ટોચના વકીલ અને કંપનીના અન્ય સીનીયર એકઝીકયુટીવ્સ ગણાવ્યા હતા.
હેકરે ભારતીય વડાને તે વાત સાથે સહમતકર્યા હતા કે નિયમનકારી અવરોધોના કારણે આ નાણાં ઈટાલીમાં ટ્રાન્સફર
કરવામાં નહીં આવે. તેમણે તેના બદલે નાણાં નવેમ્બરમાં એક જ સપ્તાહમાં ત્રણ તબકકામાં ટ્રાન્સફર કર્યા હતા. નાણાંને ભારતમાંથી 56 લાખ ડોલર, 94 લાખ ડોલર અને 36 લાખ ડોલરના સ્વરૂપમાં હોંગકોંગ સ્થિત બેન્કોમાં ટ્રાન્સફર કરાયા હતા અને ત્યાંથી તે ગણતરી મીનીટોમાં ઉપાડી લેવાયા હતા. છેતરપીંડી આચરનારાઓએ ચોથી વખત ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાં સુધી છેતરપીંડી પકડાઈ ગઈ હતી.


Advertisement