તમામ રાજયોમાં 8માં ધોરણ સુધી હિન્દી ફરજીયાત

10 January 2019 11:39 AM
India
  • તમામ રાજયોમાં 8માં ધોરણ સુધી હિન્દી ફરજીયાત

દેશમાં વિજ્ઞાન, ગણીતનો અભ્યાસક્રમ સમાન રહેશે : નવી શિક્ષણ નીતિનો ડ્રાફટ તૈયાર: સરકાર ટુંકમાં નિર્ણય લેશે

Advertisement

નવી દિલ્હી તા.10
નવી શિક્ષણ નીતિ તૈયાર કરવા નીમાયેલી નવ સભ્યોની કે કરતુરીહંગન સમીતીએ દેશભરમાં 8માં ધોરણ સુધી હિન્દી ફરજીયાત બનાવવા સાથે ત્રિભાષી ફોર્મ્યુલાને વળગી રહેવા ભલામણ કરી છે.
માનવ સંસાધન મંત્રાલયને સોંપેલા રિપોર્ટમાં સમીતીએ વિજ્ઞાન અને ગણીતના વિષયો માટે એકસરખો અભ્યાસક્રમ રાખવા તથા આદિવાસી લોકબોલીની દેવનાગરી સ્ક્રીપ્ટ બનાવવા તથા હુન્નર આધારીત શિક્ષણને પ્રોત્સાહન આપવા પણ ભલામણ કરી છે.
માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરના જણાવ્યા મુજબ સમીતીનો રીપોર્ટ તૈયાર છે અને તેમણે મારી મુલાકાત માંગી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સમીતીની ભલામણો પછીના પગલાનો નિર્ણય સરકારે લેવાનો બાકી છે. વદુ સૂચનો અને ફીડબેક માટે રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવે તેવી પણ શકયતા છે.
સમીતીએ જણાવ્યું છે કે સમાજ વિજ્ઞાનો હેઠળના વિષયોમાં સ્થાનિક ક્ધટેન્ટની જરૂર છે પણ જુદા જુદા રાજયોમાં 12માં ધોરણ સુધી વિજ્ઞાન અને ગણીતના અલગ અભ્યાસક્રમો રાખવા પાછળ કોઈ લોજીક નથી. વિજ્ઞાન અને ગણીત કોઈપણ ભાષામાં ભણાવી શકાય પણ તમામ રાજયોમાં અભ્યાસક્રમ સરખો રહેવો જોઈએ.
સૂચિત નવી શિક્ષણ નીતિમાં અવધી, ભોજપુરી, મૈથીલ જેવી સ્થાનિક ભાષાઓ માટે પાંચમાં ધોરણ સુધી અભ્યાસક્રમ વિકસાવવા સૂચન કરાયું છે.
સમીતીએ જણાવ્યું છે કે કેટલીય આદિવાસી ભાષાઓની કોઈ લિપિ નથી અથવામિશનરીઓના પ્રભાવ હેઠળ રોમન લિપિમાં લખવામાં આવે છે. આવી ભાષાઓ-બોલી માટે દેવનાગરી લિપી તૈયાર કરવી જોઈએ. સમીતીએ ભારત કેન્ડી શિક્ષણ પદ્ધતિની જરૂર દર્શાવી છે.
સમીતીએ 8માં ધોરણ સુધી હિન્દીને ફરજીયાત બનાવવા સૂચન કર્યું છે. હાલમાં, તામિલનાડુ, કર્ણાટક, તેલંગણ, આંધ્રપ્રદેશ, ગોવા, પશ્ર્ચિમ બંગાળ અને આસામ જેવા બિનહિંદી રાજયોની શાળાઓમાં હિન્દી ફરજીયાત નથી.
સમીતીએ વડાપ્રધાનના વડપણ હેઠળ કાયમી હાઈ-પાવર્ડ સમીતી રચવા અને સરકારી અધિકારી ન હોય તેવી વ્યક્તિના વડપણ હેઠળ સીકયુરીટી મીકેનીઝમ સુદ્દઢ કરવા પણ સૂચન કર્યું છે. એસસી/એસટી વર્ગોના વિદ્યાર્થીઓમાં ટેકનીકલ અને પ્રોફેશનલ કોર્સીસને વેગ આપવા પણ સમીતીએ ભલામણ કરી છે.
છેલ્લે 1986માં નવી શિક્ષણ નીતિ તૈયાર કરાઈ હતી અને 1992માં એ સુધારવામાં આવી હતી.


Advertisement