રામમંદિર સુનાવણીમાં ફરી ખડુ: તારીખ નકકી કરવાનું મુલત્વી

10 January 2019 11:37 AM
India
  • રામમંદિર સુનાવણીમાં ફરી ખડુ: તારીખ નકકી કરવાનું મુલત્વી

લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં નવો વિવાદ સર્જાયો : પાંચ જજોની ખંડપીઠમાં એક જજ યુ.યુ.લલીત અગાઉ આ કેસમાં કલ્યાણસિંઘના ધારાશાસ્ત્રી હતા. મુસ્લીમ પક્ષે વાંધા ઉઠાવતા બેંચની સુનાવણી ટળી

Advertisement

નવી દિલ્હી તા.10
રામમંદિર મુદે લાંબા ઈન્તજાર બાદ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરુ થઈ છે ત્યારે જ પાંચ જજોની બેંચ સામે પહેલા પ્રશ્ર્ન ઉઠયો હતો. મુસ્લીમ પક્ષ વતી રજુ થયેલા ધારાશાસ્ત્રી રાજુ ધવને આ ઉપરાંત આ બેંચમાં રહેલા ન્યાયમૂર્તિ યુ.યુ.લલીત ને સમાવવા સામે પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ ન્યાયમૂર્તિ અગાઉ વકીલ તરીકે પુર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંઘનો કેસ લડી ચૂકયા છે. આ સાથે જ જસ્ટીસ લલીતે પોતે બેંચમાં રહેવા માંગતા ન હોવાનું જણાવીને ખસી જતા મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ હવે તારીખ નકકી કરવા ફરી મળીશું તેવું જણાવીને આજની સુનાવણી મુલત્વી રાખી હોવાના સંકેત છે. આ અગાઉ સુપ્રિમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધા૨ણીય પીઠ ૨ાજકીય ૨ીતે અતિ સંવેદનશીલ અયોધ્યામાં ૨ામ જન્મભૂમિ વિવાદ કેસની આજે સુનાવણી ક૨શે. આ પીઠ અલ્લાહાબાદ હાઈકોર્ટના ચુકાદા સામે ક૨ાયેલી અપીલ સાંભળશે.
મુખ્ય ન્યાયાધીશ ૨ંજન ગોગોઈના વડપણ હેઠળની આ પાંચ ન્યાયાધીશોની બંધા૨ણીય પીઠના અન્ય સભ્યોમાં ન્યાયમૂર્તિ એસ.એ.બોખડે, ન્યાયમૂર્તિ એન.વી.૨મણ, ન્યાયમૂર્તિ ઉદય. યુ.લલીત અને ન્યાયમૂર્તિ ધનંજય વાય.ચંચૂડ સામેલ છે. સર્વોચ્ચ અદાલતની ત્રણ સભ્યોની બેંચે ગત વર્ષ્ો ૨:૧ની બહુમતીથી સર્વોચ્ચ અદાલતના ૧૯૨૪ના એક ચુકાદામાં ક૨વામાં આવેલી ટિપ્પણીના પુનર્વિચા૨ માટે પાંચ સભ્યોની બંધા૨ણીય પીઠને મોકલવા ઈન્કા૨ ર્ક્યો હતો. એ ટિપ્પણીમાં જણાવાયું હતું કે મસ્જિદ ઈસ્લામનો અભિન્ન ભાગ નથી. અયોધ્યા કેસની સુનાવણી દ૨મિયાન આ મુદો ઉઠયો હતો. ગત ૪ જાન્યુઆ૨ીએ આ કેસની સુનાવણી થઈ ત્યા૨ે આ મામલો બંધા૨ણીય બેંચને મોકલવામાં આવશે તેવો કોઈ સંકેત મળ્યો નહોતો. નવ૨ચિત પાંચ સભ્યોની બેંચમાં હાલના મુખ્ય ન્યાયાધીશ ઉપ૨ાંત ૪ વિ૨ષ્ઠ ન્યાયમૂર્તિઓ હશે જે ભવિષ્યમાં ચીફ જસ્ટીસ બની શકે છે.


Advertisement