આલેલે.... કટ્ટર દુશ્મન સેમસંગના ટીવી પર જોવા મળશે એપલના આઈટયુન્સ ફિલ્મો-શો

10 January 2019 10:59 AM
India Technology
  • આલેલે.... કટ્ટર દુશ્મન સેમસંગના ટીવી પર જોવા મળશે એપલના આઈટયુન્સ ફિલ્મો-શો

આઈફોનનું વેચાણ ઘટતાં એપલે સર્વિસનો ધંધો શરુ કર્યો

Advertisement

ન્યુયોર્ક: લાસ વેગાસમાં વાર્ષિક સી.ઇ.એસ ટેકનોલોજી શો પુર્વે આઈફોન બનાવતી એપલ કંપનીએ કટ્ટર હરીફના ટીવી સેટ માટે આઈટયુન્સ અને ટીવી શો ઓફર કર્યા છે. થોડા દિવસો પહેલા આવી સમજુતી અકલ્પનીય ગણાઈ હોત.
રવિવારે જે ઘટનાક્રમ બન્યો તે એપલનું ટેક અને મીડીયા સર્વિસ કંપની તરીકે સંક્રમણ દર્શાવે છે. આઈફોનનું વેચાણ ઘટી રહ્યું છે તે જોતાં એપલે ગીઅર બદલ્યાનું ચિત્ર ઉપસ્યું છે.
એપલના કામકાજ પર લાંબા સમયથી નજર રાખી રહેલા જીન મન્સ્ટરે જણાવ્યું હતું કે તાજી હિલચાલ સૂચવે છે કે એપલ તેનો હાર્ડવેર-ફર્સ્ટ અભિગમ બદલવા અને સર્વિસ રેવન્યુ વધારવા થર્ડ પાર્ટી સાથે કામ કરવા તૈયાર છે.
ગત સપ્તાહે, હોલીડે કવાર્ટર માટે ટાર્ગેટ ચૂકી ગયાનું આઈફોનએ જણાવી રોકાણકારોને આંચકો આપ્યો હતો.
એપલે કવાર્ટર માટે 10.8 અબજ ડોલરની ઓલટાઈમ રેકોર્ડ સર્વિસ આવક દર્શાવી હતી.
વેડબુશ સિકયુરીટીસના એનાલીસ્ટ ડેન આઈવ્સે જણાવ્યું હતું કે એપલ ફલાય વ્હીલનું સર્વિસીસ મુખ્ય ભાગ અને વાદળાની રૂપેરી કાર છે. અન્યથા કંપની માટે ગ્રોથનો અંધકારમય ગાળો છે. કૂક એન્ડ કંપનીએ આગળ જતાં ક્ધટેન્ટ અને ડીસ્ટ્રીબ્યુશન પાર્ટનર્સ પર બમણી મહેનત કરવાની જરૂર છે.
એપલના પુર્વ માર્કેટીંગ એકઝીકયુટીવ મિશેલ ગાર્ટેન બર્ગે જણાવ્યું હતું કે આ સમજુતી દર્શાવે છે કે એપલ અગાઉની જેમ સેમસંગને દુશ્મન ગણતી નથી, પરંતુ એપલ અને સેમસંગે અન્ય બાબતોએ ચિંતા કરવાની જરૂર છે. મારા દુશ્મનનો દુશ્મન મારો મિત્ર ગણવાની નીતિ સાચી છે.
થોડા સપ્તાહો અગાઉ એપલએ એપલ મ્યુઝીક એમેઝોન ઈકોને આપ્યું હતું. હવે સેમસંગ ટીવી પર આઈટયુન્સ આ દિશામાં બીજું કદમ છે.


Advertisement