પ્રેમિકા સાથે અમેરિકા ફરવા ગયેલા સુરતી પતિને ઐયાસી કરતા પકડી પાડતી પત્ની

09 January 2019 05:33 PM
Rajkot Gujarat

પત્નીએ અમેરિકા પીછો પકડી પોલ ખોલી: વિડીયો વાયરલ

Advertisement

સુરતના યુવક અમેરિકા ફરવા ગયા હતા. યુવક પોતાની સાથે તેની પ્રેમિકા પણ લઈ ગયો હતો. પતિ અમેરિકામાં કોઈ અન્ય મહિલા સાથે જલસા કરી રહ્યો હોવાની માહિતી મળતા જ પત્ની પોતાના સ્વજનો સાથે અમેરિકા પહોંચી ગઈ હતી.
પતિ તેની પ્રેમિકા સાથે એક હોટલમાં હાજર હતો ત્યારો જ તેની પત્નિ તેના સંબંધીઓ સાથે હોટલ ખાતે પહોંચી હતી. પત્ની પહોંચી ત્યારે પતિ અને તેની પ્રેમિકા એકબીજાના પ્રેમમાં લીન હતા. બંને એક બીજામાં ખોવાયેલા હતા ત્યારે જ પત્નીએ દરોડા પાડતા રંગમાં ભંગ પડયો હોય તેમ મહિલાનો પતિ હેબતાઈ ગયો હતો. પત્ની તેમજ તેના સંબંધીઓએ હોટલ ખાતે જ હંગામો કર્યો હતો.
આ અંગેનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલાનો પતિ એક હોટલમાં તેની પ્રેમીકા સાથે એકાંત માણી રહ્યો છે ત્યારે તેની પત્ની આવં ચડે છે. આ સમયે મહિલા સાથે હાજર તેના સંબંધીઓએ તેના પતિ અને તેની પ્રેમિકા સાથે ઝપાઝપી કરીને બંનેને બેફામ ભાંડયા હતા.
આ બનાવે સુરત શહેરમાં ખૂબ ચર્ચા જગાવી છે. પત્નીના હાથે પકડાયા બાદ યુવતી હોટલ બહાર નીકળી જાય છે. વીડીયોમાં જોઈ શકાય છે કે યુવકની પત્નીએ પ્રેમિકાનો મોબાઈલ પોતાની પાસે રાખી લીધો હતો. આ વાતને લઈને પણ હોટલ બહાર બંને વચ્ચે બબાલ થઈ હતી.
મહિલા જયારે હોટલમાં પહોંચી ત્યારે તેના સંબંધીઓએ આ ઘટનાને મોબાઈલમાં શૂટ કરી હતી. આ સમયે મહિલાનો પતિ એકદમ ઉભો થઈને કેમેરો બંધ કરાવવાનો પ્રયાસ કરે છે. જો કે, આ સમયે મહિલાના સંબંધીઓ મહિલાના પતિને અપશબ્દો કહીને તેમને સ્પર્શ નહીં કરવાનું કહે છે. હોટલ બહાર ફિલ્મી દ્દશ્યો અમેરિકાની હોટલ બહાર હંગામો પ્રેમીકા સાથે રંગેહાથ ઝડપાયા બાદ પતિના ચહેરાનું નૂર ઉડી ગયુ હતું.


Advertisement