સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા વિદ્યાર્થીઓની બસને નડ્યો અકસ્માત, મોટી જાનહાનિ ટળી

09 January 2019 05:11 PM
Gujarat
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા વિદ્યાર્થીઓની બસને નડ્યો અકસ્માત, મોટી જાનહાનિ ટળી

Advertisement

પંચમહાલના જાબુઘોડના નારુકોટ પાસે સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.પંચમહાલના જાબુઘોડના નારુકોટ પાસે સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દેવગઢબારીયાની કાલિયા કોટા પ્રાથમિક શાળાના બાળકોને લઇ પ્રવાસે જતી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બસના ડ્રાઇવન અને શિક્ષકને ઇજાઓ પહોંચી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓે પણ નાની-મોટી ઇજા થઇ હોવાની માહિતી મળી રહી છે. બસમાં 50 વિદ્યાર્થીઓ સવાર હતા. બસ ડ્રાઇવરની સમય સુચકતાથી મોટી જાનહાની ટળી હતી. ઘટનાની જાણ થફતાં સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. અને વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા. પ્રાથમીક શાળાના બાળકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જઇ રહ્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. (હર્ષદ મહેરા, પંચમહાલ) મળતી માહિતી પ્રમાણે દેવગઢબારિયાની કાલિયા કોટા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લઇને લક્ઝરી બસ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે જઇ રહી હતી. લક્ઝરી બસ જાબુઘોડાના નારુકોટ ગામ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે તેનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બસ ચાલક અને બસમાં સવાર શિક્ષકને ઇજાઓ પહોંચી હતી. જોકે, બસમાં 50 વિદ્યાર્થીઓ સવાર હતા. બસ ડ્રાઇવરની સમય સુચકતાથી મોટી જાનહાની ટળી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.


Advertisement