ચૂંટણીઓના કારણે બિનસચિવાલય કલાર્કની પરીક્ષા પાછી ઠેલાશે

09 January 2019 05:07 PM
Rajkot Gujarat

2022 જગ્યાઓ માટે 8 લાખથી વધુ ફોર્મ ભરાયા છે

Advertisement

ગાંધીનગર તા.9
રાજ્ય સરકારમાં અલગ અલગ વિભાગોમાં કર્મચારીઓની ભરતી કરવા માટે લેવાનારી પરીક્ષાઓનો દૌર હાલ ચાલી રહ્યો છે. તો બીજી તરફ પરીક્ષાલક્ષી આયોજનના ભાગ રૂપે રાજ્યના જિલ્લા મથકોની શાળાઓ માં સ્ટાફ અને સરકારી અધિકારીઓ વ્યસ્ત જોવા મળે છે. જો કે આગામી મહિનામાં બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા નું આયોજન પણ વિલંબે ચડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે એટલું જ નહીં પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે .
છેલ્લા કેટલાક મહિનાઓથી રવિવારેજ યોજાતી સરકારી વિભાગો માટેની પરીક્ષાઓમાં ફરજ બજાવતા
સરકારી અધિકારીઓ અને શાળાઓ ના સ્ટાફને રજાનો લાભ મળતો નથી. જેના કારણે સરકારી બાબુઓમાં ઉઠવા પામ્યો છે .
તો બીજી તરફ આગામી ફેબ્રુઆરી મહિના દરમિયાન લેવાનારી ઓફિસ આસિસ્ટન્ટ તેમજ બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષાઓ લોકસભાની ચૂંટણી બાદ લેવાય તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પરીક્ષાને અનુલક્ષીને અંદાજિત 2022 જેટલી વિવિધ જગ્યા માટે સમગ્ર રાજ્યમાંથી 8 લાખથી વધુ ફોમ ભરાયા છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં ભરાયેલા ફોર્મ અને પરીક્ષાને અનુલક્ષીને તેના આયોજન ની વિશેષ તૈયારીઓ તંત્ર ને કરવી પડે તેમ છે. અને એટલે જ આ પરીક્ષાઓના આયોજનોમાં ફેરફાર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે.


Advertisement