કલબમાં લેડીસ સાથે વાત કરવા કરતા ‘જોવા’નું પસંદ કરુ છું: હાર્દીક પંડયાના વિધાનો પર નોટીસ

09 January 2019 05:02 PM
Sports
  • કલબમાં લેડીસ સાથે વાત કરવા કરતા ‘જોવા’નું પસંદ કરુ છું: હાર્દીક પંડયાના વિધાનો પર નોટીસ

ક્રિકેટ બોર્ડ પગલા લેશે: કે.એલ.રાહુલ પણ ઝપટમાં: ક્રિકેટરો માટે નોન-ક્રિકેટ શોમો ભાગ લેવા પર પ્રતિબંધની તૈયારી

Advertisement

નવી દિલ્હી: ટીમ ઈન્ડીયાના બે ક્રિકેટર હાર્દીક પંડયા અને કે.એસ.રાહુલ મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. કોફી વીથ કરન કાર્યક્રમમાં હાર્દીક પંડયાએ મહિલા વિષે અણછાજતા વિધાન કર્યા હતા. તેણે કરણના એક પ્રશ્ર્નના જવાબમાં તેને જે મહિલાઓ સાથે સંબંધ છે તેના વિષે સસ્તા શબ્દો ઉચ્ચાર્યા છે અને એવો દાવો કર્યો કે હું મારા માતાપિતા સાથે પણ આ અંગે ખુલી રીતે વાત કરુ છું. તે કલબમાં મહિલાનું નામ શું છે તેની પરવા કરતો નથી. ચાલ ઢાલ કેવી છેતે જોવા માંગુ છું. હું થોડો તેવો છું અને હું જાણવા માગું છું કે તે મારી સાથે કેવું વર્તન કરવા માંગે છે. હાર્દીકના આ વિધાન પર આકરી ટીકા થઈ અને ટવીટર પર તેને ક્રિકેટના રાખી સાવંત તરીકે ગણાવ્યા હતા. હાર્દીક ત્યાં સુધી કહ્યું કે હું કલબમાં મહિલાઓ સાથે વાતચીતના બદલે તેને જોવા પર વધુ ફોકસ કરવા માગુ છું. તેણે પોતાના કુવારાપણા અંગે પણ વાત કરી. હાર્દીક દાવો કર્યો કે તેના માતાપિતા પણ તેની સાથેની મહિલાઓને જોઈ તેના પર ‘પ્રાઉડ’ હોવાનો દાવો કર્યો હતો.
ક્રિકેટ બોર્ડ આ પ્રકારના વિધાનોને ગંભીરતાથી લઈને હાર્દીક અને કે.એસ.રાહુલને શોકોઝ નોટીસ પાઠવીને 24 કલાકમાં ખુલાસો કરવા જણાવ્યું છે તથા હવે ક્રિકેટરો જે બોર્ડના કે કોઈ પણ સ્ટેટ અથવા આઈપીએલમાં કોન્ટ્રાકટ પર છે તેઓને ક્રિકેટ સિવાયના શોમાં ભાગ લેવા પરપ્રતિબંધ મુકવાની પણ તૈયારી છે. જો કે બાદમાં હાર્દીકે માફી માંગી લીધી છે પણ બોર્ડ આકરા પગલાના મિજાજમાં છે.


Advertisement