‘ઈસરો’ની સુરક્ષા સામે ખતરો

09 January 2019 04:57 PM
Hindi
  • ‘ઈસરો’ની સુરક્ષા સામે ખતરો

ગુપ્તચર રીપોર્ટમાં ચેતવણી: ત્રાસવાદી ઘૂસણખોરીનો ભય

Advertisement

નવી દિલ્હી તા.9
ભારતની અંતરિક્ષ સંશોધન સંસ્થાન (ઈસરો)ની સુરક્ષા પર ખતરો હોવાનો ચોંકાવનારો ખાનગી રીપોર્ટ ગુપ્તચર વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે જેને પગલે સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ગુપ્તચર રીપોર્ટમાં એવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે પાટનગર દિલ્હીમાં કુર્સી રોડ પર આવેલા ઈસરોના કેન્દ્રમાં આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી શકે છે. ઈસરોની સુરક્ષામાં તૈનાત સીઆઈએસએફ ઉપરાંત પોલીસને પણ રીપોર્ટ અપાયો છે. ઈસરો કેન્દ્રની સામેના ભાગે તથા બાઉન્ડ્રીવોલની આસપાસ ખડકાયેલા ગેરકાયદે દબાણો દુર કરવાની સલાહ આપવામાં આવી છે. આ અનઅધિકૃત દબાણોની આડ લઈને ત્રાસવાદીઓ ઘૂસણખોરી કરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
રીપોર્ટમાં એમ કહેવાયુ છે કે ઈસરો કેન્દ્રની દિવાલને અડીને ખડકાયેલા ગેરકાયદે દબાણોથી ખતરો ઉભો થયો છે. ગેરકાયદે દુકાનો પર સર્જાતી ભીડનો લાભ લઈને આતંકવાદી કે અપરાધી તથા ઘૂસણખોરી કરી શકે છે. ભૂતકાળમાં ગેરકાયદે દબાણો હટાવાયા હતા. પરંતુ ફરી વખત ચારેકોર દબાણો ખડકાઈ ગયા છે. ગેરકાયદે દબાણોથી ‘ઈસરો’ની સુરક્ષા પર ખતરો સર્જાયો છે.


Advertisement