મોરબીમાં રણછોડનગર ગરબી ચોકમાંથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા

09 January 2019 03:56 PM
Botad
Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.9
મોરબી વીશીપરાના રણછોડનગર ગરબી ચોક પાસે રહેતી સોનલબેન કરશન ગોવિંદભાઈ પીપળીયા નામની કોળી યુવતી ગત તા.5ના રોજ ઘેરથી કંઈ કહ્યા વગર જતી રહેલ તે અંગે તેના ભાઈ મુકેશ કોળીએ બી ડીવીઝન પોલીસમાં જાણ કરી હતી. તે દરમ્યાન પોલીસ તપાસમાં ખુલેલ છે કે સોનલબેને મોરબી કુલીનગરના રહેવાસી અજય ભરત અગવાણીયા જાતે કોળી સાથે પ્રેમલગ્ન કરી ધ્રાંગધ્રા ખાતે નોટરાઈઝડ કરાવેલ છે.
બાળક સારવારમાં
મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે બે વર્ષના રમેશ માનસીંગભાઈ નામના બાળકને વીંછી કરડતા વિપુલ નાગદાન ખીમાણીયાએ તેને અહીં સિવિલે સારવારમાં ખસેડાયો હતો. તો વાંકાનેર દરવાજા દાણાપીઠ અને પોલીસ લાઈન પાસે થયેલી મારામારીમાં ઈજા થતા વિમલ પ્રવિણ નકુમ (ઉ.વ.35) રહે. 16 વાઘપરા મોરબીને પણ સિવિલે સારવારમાં ખસેડાયો હતો.
પરણીતાને ત્રાસ
મોરબી વીશીપરા બીલાબી મસ્જીદ પાસેથી રહેવાસી અનેહાલ કબીર ટેકરીમાં રહેતી શહેનાઝબેન મુનીરભાઈ રજાકભાઈ કાસમાણી (રહે.24) એ પતિ મુનીર ઉર્ફે મુન્નો રજાક કાસમાણી રહે. વીશીપરા મોરબી વિરુદ્ધ મહીલા પોલીસ મથકે ગુનો નોંધાવેલ છે. શહેનાઝબેનના જણાવ્યા પ્રમાણે પરસ્ત્રી સાથે આડા સંબંધો હોવાના કારણે અવારનવાર દારૂ પી મારકુટ કરીને ઘરકામ તથા કરીયાવર બાબતે મેંણા મારી છુટાંછેડા આપી દે નહીંતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી દુ:ખ ત્રાસ આપવામાં આવતો હોય નાછુટકે ફરિયાદ નોંધાવેલ છે જેની તપાસ પીઆઈ એ.એમ.રાવલ ચલાવી રહ્યા છે.


Advertisement