વાઈબ્રન્ટ સમીટ નજીક પરંતુ હોટલ માલીકો હજું બુકીંગની રાહમાં

09 January 2019 03:55 PM
Ahmedabad Gujarat
  • વાઈબ્રન્ટ સમીટ નજીક પરંતુ હોટલ માલીકો હજું બુકીંગની રાહમાં

ગત વાઈબ્રન્ટ કરતા 50% જ રૂમ બુક: મોદીના કારણે ઉદઘાટન સમારોહ સુધી ગેસ્ટને વધુ રસ

Advertisement

અમદાવાદ: ગુજરાત સરકારના તમામ પ્રયાસો છતાં આ વર્ષના વાઈબ્રન્ટ ગુજરાતની હવે જામી શકતી નથી અને અમદાવાદ-ગાંધીનગરની ફાઈવ સ્ટાર સહીતની હોટેલોની રૂમ કેપેસીટીમાં 50% પણ રૂમ બુક થયા નથી.
વાઈબ્રન્ટ-ગુજરાત તા.18થી20 જાન્યુઆરીના રોજ યોજાઈ રહ્યા છે. જેમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે પણ રૂમ બુકીંગમાં કોઈ ધસારો જોવા મળતો નથી અને આ પ્રકારના સમારોહમાં આખરી મીનીટનું બુકીંગ જોવા મળતું નથી. તેથી અમદાવાદ-ગાંધીનગરના હોટેલ-સંચાલન સાથે જોડાયેલા સૂત્રોએ આંકલન કરતા કહ્યું કે રૂમ ઓકયુવન્સી 50% માંડ રહે તેવી ધારણા છે.
વાઈબ્રન્ટ પૂર્વ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના ટોચના ઉદ્યોગપતિઓ તથા વ્યાપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા મહાનુભાવો એક-બે દિવસ પુર્વે જ પહોંચી જાય છે. જો કે તેમાં અડધા ઉદઘાટન સમારોહ બાદ બીજા જ દિવસે ચેકઆઉટ કરી જાય છે. આ વર્ષના વાઈબ્રન્ટમાં કુલ 18531 ડેલીગેટ નોંધાયા છે પણ તેની સામે રાજય સરકારે લગભગ તમામ રૂમ બુક કરી દીધા છે.


Advertisement