નોટબંધીથી હપ્તા ભરી ન શકનાર લોનીની કાર જપ્તીમાં વળતરનો આદેશ

09 January 2019 12:23 PM
Ahmedabad Gujarat
  • નોટબંધીથી હપ્તા ભરી ન શકનાર લોનીની કાર જપ્તીમાં વળતરનો આદેશ

ગાંધીનગર ગ્રાહક ફોરમે ગ્રાહકે લોનીની જે રકમ ભરપાઈ કરી હતી તે 9% વ્યાજ સાથે પરત અપાવી

Advertisement

અમદાવાદ: અમદાવાદની ગ્રાહક અદાલતે એક ફાયનાન્સ કંપનીને તેના લોનીની કાર જેમાં તે હપ્તા ભરવામાં ડિફોલ્ટ થયા હતા તેથી તે કાર કબ્જે કરીને વેચી મારવા બદલ ગ્રાહકને વળતર ચુકવવા આદેશ આપ્યો છે.
આ કેસમાં નોટબંધીના કારણે ગ્રાહક તેની કાર લોનના હપ્તા સમયસર ચૂકવી શકયો ન હતા. જે ગ્રાહકના અંકુશ બહારના પરિબળ તરીકે અદાલતે સ્વીકાર્યુ હતું અને તે બદલ ગ્રાહકને દંડ કરી શકાય નહી. તેવું જણાવ્યું હતું. ઉપરાંત રીઝર્વ બેન્કે આ પ્રકારના મોર્ટગેજ વાહનોની જપ્તી અંગે જે નિયમો નિશ્ર્ચિત કર્યા છે તેના પાલન વગર જ આ કાર જપ્ત કરવામાં આવી હતી અને તેથી ગ્રાહકે જે ધિરાણની રકમ અત્યાર સુધીમાં ભરપાઈ કરી હતી તે પણ પરત આપવી જોઈએ. કંપનીએ કારનો કબ્જો મેળવવા અને તેનું વેચાણ કરવા માટે સ્થાનિક અદાલતની પાસે જવું જોઈતું હતું તેના બદલે રીકવરી માટે ગુંડાઓનો ઉપયોગ કર્યો હતો. ગાંધીનગર જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે સોમવારે મહીન્દ્રા ફાયનાન્સ લીને તેના ગ્રાહક જેમની કાર જપ્ત કરીને વેચી દેવાઈ હતી તેને રૂા.3.15 લાખની રકમ 9% વ્યાજ સાથે સોની હરિશ્ર્ચંદ્ર રેહવરને પરત આપવાનો આદેશ આપ્યોહતો. ઉપરાંત ગ્રાહકને કાનુની ખર્ચ પેટે રૂા.4000 આપવાની પણ સૂચના આપી હતી.
નવે.2018માં નોટબંધી લદાયા બાદ સોની રહેવર રૂા.21700ના આઠ હપ્તા ભરી શકયા ન હતા. રહેવર પાસે રૂા.500-1000ની જુની નોટો હતી. પરંતુ તે એકસચેંજ થઈ શકી ન હતી. જેથી તેમનું વાહન જપ્ત કરીને વેચી દેવાયુ હતું.


Advertisement