ભાનુશાળી હત્યા કેસમાં વિવિધ દિશામાં તપાસ: કેબીનેટમાં ચર્ચા

09 January 2019 12:09 PM
kutch Gujarat
  • ભાનુશાળી હત્યા કેસમાં વિવિધ દિશામાં તપાસ: કેબીનેટમાં ચર્ચા

હત્યારા ભચાઉ-સામખીયાળીથી ચડયાની શંકા: જયાં સીસીટીવી કેમેરા નથી : પુર્વ ધારાસભ્ય તથા કાવતરાખોરોની કડી મેળવવા જુદી-જુદી એજન્સીઓ ઉંધા માથે: અમદાવાદમાં અંતિમ સંસ્કાર

Advertisement

અમદાવાદ તા.9
કચ્છના પુર્વ ધારાસભ્ય અને સેકસ સીડીકાંડથી ચર્ચામાં રહેલા જયંતીભાઈ ભાનુશાળીના હત્યા કેસમાં હજુ તપાસનીશ સુરક્ષા એજન્સીઓને કોઈ કડી મળી નથી. આજે તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેમાં ભાજપના પ્રધાનો સહીતના સીનીયર નેતાઓ જોડાયા હતા.
ભાજપના પુર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી ધરબીને હત્યા કરવામાં આવી હતી. રાજકીય ખળભળાટ સર્જનાર આ હત્યાકાંડની તપાસ માટે ‘સીટ’ની રચના કરવામાં આવી છે. રેલવે, એટીએસ, ક્રાઈમ બ્રાંચ સહીત પાંચ એજન્સીઓના અધિકારીઓ-સ્ટાફને તેમાં સામેલ કરવામાં આવ્યો છે. હત્યારાઓની ઓળખ મેળવવા જુદા-જુદા સીસીટીવી ફુટેજની ચકાસણીથી માંડીને વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે છતાં હજુ કોઈ નકકર કડી મળ્યાના સંકેતો નથી. તપાસનીશ એજન્સીઓને એવી શંકા છે કે હત્યારા ભચાઉ-સામખીયાળી રેલ્વે સ્ટેશન પરથી ચડયો હોવાની અને હત્યાને અંજામ આપ્યા હતા. ચેઈન-પુલીંગ કરીને ફરાર થઈ ગયાની શંકા છે. આ રેલવે સ્ટેશનો પર સીસીટીવી કેમેરા ન હોવાથી તપાસમાં પણ તકલીફ છે. દરમ્યાન ભાજપ તેના જયંતિ ભાનુશાળીની આજે અમદાવાદના નરોડા નિવાસસ્થાતેથી અંતિમયાત્રા યોજવામાં આવી હતી તેમાં ભાજપ સરકારના પ્રધાનો આર.સી.ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા વગેરે પણ જોડાયા હતા. પરિવારજનો દ્વારા હત્યા મામલે નામજોગ ફરિયાદ કરવામાં આવી હોવાથી હવે તમામની પુછપરછ થશે..
બીજી તરફ પુર્વ ધારાસભ્ય જેવા નેતાની હત્યાથી કાયદો-વ્યવસ્થા મામલે સવાલ ઉઠવા લાગતા અને હત્યા રાજકારણ પ્રેરીત હોવાના આક્ષેપોને પગલે કેબીનેટ બેઠકમાં પણ ચર્ચા થવાના નિર્દેશ છે.


Advertisement