બોટાદના ભાવનગર રોડ પર તસ્કરો ત્રાટકયા

08 January 2019 01:26 PM
Botad
  • બોટાદના ભાવનગર રોડ પર તસ્કરો ત્રાટકયા
  • બોટાદના ભાવનગર રોડ પર તસ્કરો ત્રાટકયા

ત્રણ દુકાનો અને બે મકાનમાં તાળા તોડી કરી ચોરી

Advertisement

બોટાદ તા.8
બોટાદના ભાવનગર રોડ પર તસ્કરો ત્રાટકીને ત્રણ દુકાનો અને બે મકાનના તાળા તોડીને પોલીસને પડકાર ફેંકયો છે.
પાન માવાની દુકાન અને બે મકાનના તાળા તોડયા. આશરે 10થી 15 હજારની ચોરી થયાનો અંદાજ છે. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ભાવનગર રોડ સીતારામ નગર-2 નામ શાંતિનગર સોસાયટી રોડ ઉપર અશોકભાઈ સગનભાઈ ચૌહાણ બીજુ 3 પણ મોબાઈલ બે થી ત્રણ હજાર રોકડ રકમ બાજુમાં મુંડા ફરસાણ સંજયભાઈ ઉમિયા બેથી ત્રણ હજાર રૂપિયા એક મકાન દળવાની ઘંટી 500, 800 રૂપિયા ગયા છે. લક્ષ્મીનગર બે મકાનના તાળા તૂટયા 900થી હજાર હીરા એટીએમ કાર્ડ અને ઘરની સામગ્રી ઉપડી ગયાનું જાણવા મળ્યું છે.


Advertisement