પચીસ વષૅ પહેલા પિતા બની જશો તો અાવરદા ઘટશે

07 January 2019 01:59 PM
Health
Advertisement

પુરુષ કઈ વયે પિતા બને છે અા તેના અાયુષ્ય પર પણ અસર કરતી બાબત છે. યુરોપિયન દેશ ફિનલેન્ડના અભ્યાસકતાૅઅોનું કહેવું છે કે પચીસ વષૅ કે અેથી નાની વયે પિતા બનનાર પુરુષને મિડલરુઅેજમાં મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે. બાળકને જન્મ થવાથી પુરુષના શરીર પર સીધી અસર નથી થતી, પરંતુ પિતાની જવાબદારી જો નાની ઉંમરે ઉઠાવવાની હોય તો પુરુષની પોતાની હેલ્થ નબળી પડવાની સંભાવના વધે છે. મોડેથી પિતા બનનાર પુરુષો તેમની કારકીદીૅમાં સેટલ થયેલા હોવાથી બાળકના ઉછેરની જવાબદારી ઉઠાવવા માટે સક્ષમ હોય છે, પરંતુ નાની ઉંમરે અા જવાબદારી અાવી જાય તો અેની અસર ફિઝિકલ અને મેન્ટલ બંને રીતે પિતા પર અાવે છે. સંશોધકોઅે ફિનલેન્ડમાં ૧૯૪૦ અને ૧૯પ૦ની વચ્ચે જન્મેલા ૩૦,પ૦૦ પુરુષોનો અભ્યાસ કયોૅ હતો. અેમાં તેમના ફેમિલીરુઅેનવાયનૅમેન્ટ, સામાજિકરુઈકોનોમિક પરિબળો અને જનીનગત વારસાનો પણ અભ્યાસ કયોૅ હતો.૪પ વષૅથી પ૪ વષૅ સુધી તેમના સ્વાસ્થ્યનો અભ્યાસ કરતા જાણવા મળ્યું હતું કે જે પુરુષો રપરુર૬ વષૅની વય પહેલા જ પિતા બની ગયા હોય તેઅો મિડલરુઅેજમાં જ મૃત્યુ પામે અેની શકયતાઅો ૧૪ ટકા જેટલી વધારે હોય છે. બાવીસ વષૅની વયે પિતા બનનારાઅોમાં અા જોખમ ર૬ ટકા જેટલું વધારે હોય છે. બીજી તરફ જે પુરુષો ૩૦ થી ૪૪વષૅની વચ્ચે પહેલી વાર પિતા બન્યા હોય તેમનું મિડલરુઅેજમાં મૃત્યું થવાનું જોખમ પચીસ ટકા જેટલું ઘટે છે. નાની ઉંમરે પિતા અને કુટુંબની જવાબદારીને કારણે પુરુષો પોતાના સ્વાસ્થ્ય બાબતે પૂરતું ઘ્યાન ન રાખતા હોવાને કારણે અા જોખમ ઉભું થતું હોવાનું મનાય છે.


Advertisement