15 જ મીનીટમાં મોઢાનાં કેન્સરનું નિદાન થઈ શકશ

07 January 2019 01:54 PM
Health

ભારતીય વૈજ્ઞાનિકોએ ડિવાઈસ વિકસાવ્યુ

Advertisement

મુંબઈ: ભારતમાં મોંના કેન્સરના દરદીઓની સંખ્યામાં ઘણો વધારો થઈ રહ્યો છે ત્યારે ઈન્દોરની એક સંશોધન સંસ્થાએ પંદર જ મિનિટમાં મોંની અંદર કોઈ પણ પ્રકારનું કેન્સર હોય તો એનું નિદાન થઈ શકે એવું ડિવાઈસ શોધ્યાનો દાવો કર્યો છે. ઓન્કોડાઈગ્નોસ્કોપ નામનું આ ઉપકરણ ટેબ્લેટ કમ્પ્યુટરની મદદથી કામ કરે છે અને સાઈઝમાં નાનકડું હોવાથી કોઈ પણ જગ્યાએ એને મેડિકલ ટીમ સાથે લઈ જઈ શકે છે. આ ડિવાઈસ સાથે પેન્સિલના આકારનું ફાઈબર ઓપ્ટિક મશીન જોડાયેલું હોય છે. આ મશીન વ્યકિતના મોંમાં નાખીને કેન્સરના કોષોની તપાસ થાય છે અને પરિણામે એ ડિવાઈસથી કનેકટેડ ટેબ્લેટની સ્ક્રીન પર જોઈ શકાય છે. આ ડિવાઈસથી લગભગ 90 ટકા ચોકાસાઈભર્યું નિદાન થઈ શકે છે. પંદર વર્ષથી આ બાબતે સંશોધન થઈ રહ્યું હતું અને આ ડિવાઈસ તૈયાર કરવાનો ખર્ચ લગભગ 2.50 લાખ રૂપિયા જેટલો થાય છે.


Advertisement