કેરળમાં કાશ્મીર સર્જાયુ: હિમવર્ષા વિના ‘સફેદ ચાદર’

07 January 2019 11:58 AM
Politics
  • કેરળમાં કાશ્મીર સર્જાયુ: હિમવર્ષા વિના ‘સફેદ ચાદર’

Advertisement

કાશ્મીર-હિમાચલની જેમ દક્ષિણી રાજય કેરળના અમુક ભાગોમાં સફેદ ચાદર સર્જાઈ છે. પર્વતીય-પ્રવાસન સ્થળ મુન્નારમાં તાપમાન માઈનસ ત્રણ ડીગ્રી થઈ ગયું હતું. અનેક ભાગોમાં તાપમાન શૂન્ય ડીગ્રીની નીચે હતું.
હવામાન વિભાગે એમ કહ્યું કે રાજયમાં હિમવર્ષા નથી. પરંતુ માઈનસ ડીગ્રીને કારણે ઝાકળબિંદુઓ જમી જવાને કારણે મેદાની ભાગોમાં બરફની સફેદ ચાદર જેવા દ્રશ્યો સર્જાયા હતા. સામાન્ય રીતે કેરળમાં આવો માહોલ ઉભો થતો નથી. તાપમાનમાં ઘટાડાથી કાતિલ ઠંડી સર્જાઈ છે. પ્રવાસન વિભાગ, સ્થાનિક નાગરિકો તથા પ્રવાસીઓ પણ આશ્ર્ચર્યમાં ગરકાવ થયા છે. પ્રવાસન વિભાગે ખાસ ફોટો પણ ટવીટ કર્યો છે.


Advertisement