પોલીસે લોકોને એકથી બીજા ઠેકાણે ધકકા ખવડાવવા ન જોઈએ: ગુજરાત હાઈકોર્ટ

04 January 2019 06:15 PM
Ahmedabad Business

દરેક પોલીસ મથકે ફરિયાદ અથવા અરજી સ્વીકારવી પડે

Advertisement

અમદાવાદ તા.4
પોલીસ રક્ષણ મેળવવા લોકોને વેઠવી પડતી હાલાકીની ગંભીર નોંધ લઈ ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યુ છે કે જયારે રક્ષણ માંગવામાં આવ્યું હોય ત્યારે પોલીસે લોકોને એકથી બીજે ઠેકારે ધકકા ખવડાવવા જોઈએ નહીં.
સંવેદનશીલ રહેવા બદલ પોલીસની ટીકા કરતા કોર્ટે જણાવ્યું હતું કે ફરિયાદ સ્વીકારવાની દરેક પોલીસ અધિકારીની ફરજ છે અને પોલીસ અધિકારી કેટલીક પરવાનગી આપવા અધિકૃત ન હોય તેવા સંજોગોમાં લોકોને અહીંતહીં ધકકા ખવડાવાના બદલે પોલીસે તેની આંતરિક વ્યવસ્થામાં ફેરફાર કરવો જોઈએ.
હુમલા કેસમાં અસામાજીક તત્વો સામે એક યુગલો ગાયકવાડ હવેલી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સામે આ તત્વોએ વળતી ફરિયાદ નોંધાવી હતી. એ રદ ઠરાવવા યુગલે હાઈકોર્ટમાં ધા નાખી હતી. અરજદારોની રજુઆત મુજબ તે પોતાના ઘરમાં રહી શકે એ માટે અસામાજીક તત્વો સામે જરૂરી પગલાં લેવા ડીસીપી ઝોન-3 શેરકોટડાને અરજી કરી હતી. તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો.
એ પછી કોર્ટે ગાયકવાડ હવેલીના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને બોલાવ્યા હતા. તેણે જાણ કરી હતી કે પોલીસ પ્રોટેકશનની માંગ કરતી કોઈ અરજી આવી નથી. તેમણે કોઈપણ સ્પષ્ટતા કરી હતી કે અન્યથા પણ હલણ માટેની અરજી પોલીસ કમિશ્નરને કરવાની રહે છે, કેમ કે તે હલણ આપવાની સતા ધરાવે છે.
આથી કોર્ટે ખીજવાઈ સંવેદનશીલતા માટે પોલીસની ટીકા કરી હતી. એફઆઈઆર બાબતે સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકી હાઈકોર્ટે જણાવ્યું હતું કે ઝીરો નંબર સાથે દરેક પોલીસ અધિકારે ફરિયાદ સ્વીકારી સંબંધીત પોલીસ સ્ટેશનને જરૂરી કાર્યવાહી માટે મોકલી આપવી જોઈએ.
હાઈકોર્ટ સમક્ષ સરકારી વકીલે સ્પષ્ટતા કરી હતી કે યુગલે જેમની સામે ફરિયાદ કરી છે તેમનો અપરાધીક રેકોર્ડ છે, અને એક જેલમાં એ વાત જાણ્યા પછી કોર્ટે યુગલને પોલીસ રક્ષણ આપવા આદેશ કર્યો હતો. યુગલ સામેની ફરિયાદને અદાલતે કાયદાની પ્રક્રિયાનો વોર દુરુપયોગ ગણાઈ રદ ઠરાવી હતી.


Advertisement