મિશન 50%: કોંગ્રેસ ગુજરાતમાં લોકસભાની 13 બેઠકો ટાર્ગેટ કરશે.

04 January 2019 11:41 AM
India Politics
  • મિશન 50%: કોંગ્રેસ ગુજરાતમાં લોકસભાની 13 બેઠકો ટાર્ગેટ કરશે.

2014 માં મીંડુ મુકાવનાર ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીએ 26 માંથી અડધી બેઠકો જીતવા રણનીતિ બનાવી : અમરેલી-બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, જુનાગઢ, દાહોદ, બારડોલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ભરૂચ અને મહેસાણા પર ત્રાટક :ખાનગી એજન્સી ડેટા આપવા ઉપરાંત પક્ષની સ્થિતિની જાણકારી આપશે:કેન્દ્રીય મંત્રીઓ જીતેન્દ્ર બાધેલ અને વિશ્ર્વરંજન મોહંતીનું માર્ગદર્શન:પક્ષના પ્રદેશ મંત્રીઓને વિધાનસભા બેઠક દીઠ જવાબદારી:બુથ લેવલ સમિતિની ફરજ અને વફાદાર કાર્યકરોની યાદી તૈયાર કરવા કવાયત

Advertisement

નવી દિલ્હી તા.4
એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે.હિન્દી હાર્દ પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મળતા આનંદમાં આવી ગયેલી કોંગ્રેસે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના ગૃહ રાજય ગુજરાત પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. 2017 ના ડીસેમ્બરમાં યોજાયેલી રાજય વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ સતાથી અને વ્હેંત દુર રહી હોવા છતાં પક્ષનું મનોબળ વધ્યુ હતું.
2014 ની લોકસભાની ચૂંટણીમાં 26 માંથી એક પણ બેઠક મેળવી ન શકનાર કોંગ્રેસે આ વખતે મિશન વિંગ શરૂ કર્યું છે. આ વખતે 26 માંથી આવી એટલે કે 13 બેઠકો જીતી શકે છે એવુ તે માને છે.આવી બેઠકો પક્ષે અલગ તારવી બુથ સ્તર સુધીની સમિતિઓ રચવા અને પક્ષને વફાદાર કાર્યકરને શોધવાની ગ્રાસરૂટ સુધીની કવાયત આદરી છે.
પક્ષની યોજનાથી વાકેફ સુત્રોનાં જણાવ્યા મુજબ મિશન 50 ટકા હેઠળ તે લોકસભાની 13 આણંદ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, જુનાગઢ, દાહોદ, બારડોલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ભરૂચ અને મહેસાણા બેઠકો પર વધુ ધ્યાન આપશે.
વિધાનસભા અને લોકસભાની છેલ્લીએ ચૂંટણીઓના વિશ્ર્લેષણના આધારે આ બેઠકો અલગ તારવવામાં આવી છે. પક્ષના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે આ બેઠકો
મોટાભાગે ગ્રામીણ વિસ્તારો અથવા અનામત છે અને ત્યાં પક્ષની સ્થિતિ સારી છે અને મહેનત કરવામાં આવે તો જીતી શકાય તેવી છે.
લોકસભાની બેઠક હેઠળ આવતા દરેક વિધાનસભા મતક્ષેત્ર માટે રાજય પક્ષના મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રીઓને બુથ લેવલ સુધીનાં કાર્યકરો નીમવા, યોગ્ય સમિતિઓ રચી તેમને સંગઠીત કરવા, વિધાનસભા મત વિસ્તારમાં પક્ષના કાર્યકરો સાથે ધરોબો વધારવાનાં કાર્યક્રમ અને તાલીમ શિબીર યોજવા જણાવાયું છે.
કોંગ્રેસની નેતાગીરીએ આ બેઠકો માટે સંભવીત ઉમેદવારોની અહી પણ બનાવી છે. એમાના કેટલાંકે પોતાના વિસ્તારમાં કામ કરવાની શરૂઆત કરી પણ દીધી છે. જોકે સહયોગી પક્ષો સાથે મંત્રણા અને ચૂંટણી નજીક આવશે ત્યારે જ સતાવાર યાદી જાહેર થશે.
જમીની સ્તરની કવાયતનું મોનીટરીંગ ખાનગી ક્ધસલટન્સીને સોંપાયું કે આ ક્ધસલટન્સી ડેટાને પ્રમાણીત કરે પડદા પાછળ પીઠબળ આપશે. મિશન 50 ટકા પર સર્વીસ ભારતીય કોંગ્રેસનાં ગુજરાતનાં ઈન્ચાર્જ મંત્રીઓ જીતેન્દ્ર બાધેલ અને વિશ્ર્વરંજન મોહંતી નજર રાખી રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસનાં આગેવાનો છે પણ કેન્દ્રીય નેતૃત્વને ફીડબેક આવ્યા છે. આગામી માસમાં પક્ષ પલટાથી રાહુલ ગાંધી આવી બેઠકો પૈકી કેટલીકની મુલાકાત લઈ અમદાવાદ અને પક્ષના કાર્યકરો નેતાઓ સાથે સંવાદ કરી શકે છે.


Advertisement