ખાટલે મોટી ખોટ : 5Gને સપોર્ટ કરે તેવું ભારતમાં ફાઈબર નેટવર્ક જ નથી

02 January 2019 11:33 AM
India
  • ખાટલે મોટી ખોટ  : 5Gને સપોર્ટ કરે તેવું ભારતમાં ફાઈબર નેટવર્ક જ નથી

સ્પેકટ્રમ લીલામીની ઉંચી બેસ કિંમત, ઈન્ટરનેટનો અપુરતો વ્યાપ જેવા કારણોથી ફિફથ જનરેશન સેવા 3-4 વર્ષ પાટે ચડે તેમ નથી

Advertisement

સેંકડો માઈલ દૂર કોલકાતા બેઠા જોધપુરમાં કાર ચલાવવાની અથવા આકાશમાં સેલ્ફ-ડ્રાઈવીંગ કારની જેમ રિમોટ સર્વેલન્સમાં વ્યસ્ત ડ્રોનની કલ્પના કરો. જો આવું ચિત્ર મગજમાં બેસતું ન હોય તો પ્રયાસ કરવા અશકત ગામડાના દર્દીની વર્ચ્યુલ રિઆલિટી ક્ધટ્રોલર્સ દ્વારા નિદાન અને સારવારની કલ્પના કરો.
ભવિષ્યના આવા કલ્પના ચિત્રો 5જી પર નેટવર્ક પર સવાર થશે. ભારતમાં એક વખત અલ્ટ્રા-હાઈ-સ્પીડ વાયરલેસ બ્રોડબેન્ડ ટેકનોલોજી આવી જાય એ પછી આવી જાય એ પછી આવા તુકકા-તરંગ વાસ્તવિકતા બનશે. 5જી સ્માર્ટફોનને ટપી જઈ કાર, હોમ અને મશીનથી હાઉસહોલ્ડ ગેજેટસ પણ ઈન્ટરનેટ સાથે જોડાઈ જશે. 4જી નેટવર્ક કરતા એની સ્પીડ 50થી100 ગણી હશે.
ભારત સરકાર 2020ની અપરમાં 5જી શરુ થવા આશા રાખે છે, પણ તજજ્ઞો કહે છે કે દેશ પાછળ ચાલી રહ્યો છે અને દક્ષિણ કોરીયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, યુએસ, ચાઈના, ફ્રાંસ અને જર્મની કરતાં ઓછામાં ઓછો 3 વર્ષ પાછળ છે. આવા દેશોમાં 2019ના અંતમાં અથવા 2020ની શરુઆતમાં 5જી સેવા શરુ થઈ જશે.
3જી અને 4જી બસ ચુકી ગયા બાદ 5જીમાં પણ ભારત પાછળ રહી ગયું એ પાછળના કારણોમાં નિરાશાજનક ફાઈબર નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રકચર યુઝ કેસીસનો અભાવ અને ઈન્ટરનેટ સાથે જોડાયેલા હાઉસહોલ્ડ ઈલેકટ્રોનીકસની મામુલી સંખ્યા છે.
ઉદ્યોગમાં નાણાકીય ખેંચ અને હેન્ડસેટ ઈકોસીસ્ટમના અભાવથી 5જી સ્પેકટ્રમનું વેચાણ પણ 2019ના અંત સુધી વિલંબમાં મુકાયું છે.
5જી એરવેવની હરાજી થશે ત્યારે ઉંચી અનામત કિંમતની શકયતા અને કંપનીઓનું ઉંચુ દેવું પણ એમાં કારણભૂત હશે. વોડાફોન, આઈડીયા અને ભારતીય એરટેલ જેવા જૂના કેરિયર્સ પણ ખોટમાં ચાલી રહ્યા છે એ સુવિદિત છે.
ફાઈબર નેટવર્ક ઉભું કરવા અને જાળવવા સંબંધી સમસ્યાઓ અને ગામો તથા નાના નગરોમાં નબળી 4થી કનેકટીવીટી પણ ભારતમાં 5જી શરુ થવા માટેની શકયતા મોળી પાડે છે.
ભારતી એરટેલે તાજેતરમાં જણાવ્યું હતું કે ડ્રાઈવરલેસ કારથી રિમોટ સર્જરી જેવા લોકપ્રિય 5જી યુજી-કેસીસ ભારતના સંદર્ભમાં વ્યવહારુ નથી. કંપની માને છે કે 5જી દેશમાં ચાર વર્ષ મોડું શરૂ થશે. 5જી માટે બીડ કરવા કંપનીને ઉતાવળ નહીં હોવાનું પણ સુનીલ મિતલે સ્પષ્ટ કર્યું હતું.
નિષ્ણાંતો કહે છે કે ભારતની 5જી મહત્વાકાંક્ષા સામે મોટો અવરોધ પુરતી ફાઈબર કનેકટીવીટી છે. દેશમાં 20%થી પણ ઓછા ટેલીફોન ટાવર ફાઈબરથી જોડાયેલા છે. 10 જીબીપીએસ અને વિડીયો ઓન ડિમાન્ડ તથા ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) નાના શહેરો સુધી પહોંચાડવા 5જીને સપોર્ટ કરતા ભરોસામંદ ફાઈબર આધારીત નેટવર્કની જરૂર છે.
ટાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોવાઈડર્સ એસોસીએશનના ડાયરેકટર જનરલ ટી.આર.દુવાના જણાવ્યા મુજબ ભારતમાં 5જી સફળ થાય એ માટે 70-80 મોબાઈલ ટાવર્સ ફાઈબરાઈઝડ હોવા જરૂરી છે. જો એમ નહીં કરવામાં આવે તો ડેટા સ્પીડ લિમીટેશન્સ ચાલુ રહેશે.
બ્રોડબેન્ડ ઈન્ડીયા કોરમના પ્રેસીડેન્ટ ટીવી રામચંદ્રન પણ કંઈક આવો જ વિચાર ધરાવે છે.
લિંગાપુર સ્થિત ફીચ ડિરેકટરના જણાવ્યા મુજબ 2019ની આવકમાં 5જી સ્પેકટ્રમની હરાજી થશે તો પણ એ માટે ઉત્સાહથી બિડીંગ થાય તેમ લાગતું નથી. જૂની કંપનીઓ હજુ પણ દેવામાં બહાર આવવા ઝઝુમી રહી છે ત્યારે ઉંચી રિઝર્વ કિંમત રાખવામાં આવશે તો કંપનીઓને સ્પેકટ્રમની લીલામીમાં ભાગ લેવા રસ નહીં રહે.

5G આડેના અવરોધો
* ચીનમાં 75-80% સામે ભારતમાં 20% મોબાઈલ ટાવર ફાઈબરાઈઝડ છે. 5જી સ્પીડને સપોર્ટ માટે જરૂરી છે.
* ભારતમાં ઈન્ટરનેટ પેનેટ્રેશન 19% છે, જયારે ચીનમાં 46% અને અમેરિકામાં 87%.
* 29માંથી માત્ર 11 રાજયોએ ડોટના નિયમો- મુજબ લોકલ રાઈટ ઓફ વે પોલીસી ઘડી છે.
* ભારતને અનુરૂપ 5જી યુઝ કેસીસની અછત ટોચની હેન્ડસેટ કંપનીઓના રડારમાં ભારત નથી.
* ભારતનો ટેલીકોમ ઉદ્યોગ રૂા.7 લાક કરોડના બોજમાં દબાયેલો છે. એથી 5જી ઈન્વેસ્ટમેન્ટને અસર થઈ શકે છે.
* ભારતમાં પ્રસ્તાવિત 5જી સ્પેકટ્રમ બેસ પ્રાઈઝ રૂા.492 કરોડ/ એમ.એચ.ઝેડ છે. દક્ષિણ કોરિયામાં આ કિંમત રૂા.131 કરોડ અને યુકેમાં એમ.એચ.ઝેડની બેસ કિંમત માત્ર 66 કરોડ છે.


Advertisement