વ્યાપાર સમાચાર

01 January 2019 05:39 PM
Business
Advertisement

દેશમાં કોર ક્ષેત્રનો વિકાસદર 16 મહિનાની નીચી સપાટીએ
નવી દિલ્હી તા.1
દેશમાં છેલ્લા 16 માસમાં કોર ગ્રોથ જેને કહી શકાય તેવા ઈન્ફ્રાસ્ટ્રકચર તથા ઈન્ડસ્ટ્રીઝ સહીતના ક્ષેત્રોમાં વિકાસદર ધીમો પડી ગયો છે. કેન્દ્રીય ઈલેકટ્રીસીટી એન્ડ કોલ પ્રોડકશન ડેટા જે રીલીઝ થયા છે તેના પરથી આ ચિત્ર જોવા મળે છે. લેઈટેસ્ટ આંકડા મુજબ ઓકટો. 2018માં કોર સેકટરનો ગ્રોથ 4.8 ટકા રહ્યો છે. જે નવેમ્બર 2017માં 6.9 ટકા હતો. દેશમાં છ ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર જેમકે કોલસા, ક્રુડઓઈલ, નેચરલ ગેસ, રીફાઈનરી પ્રોડકટસ, ખાતર, સ્ટીલ, સીમેન્ટ અને ઈલેકટ્રીસીટી જે કુલ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશનના 40.27 ટકા ધરાવે છે. તેમાં ધીમી ગતિ જોવા મળી છે. આ ક્ષેત્રમાં એકંદરે 5.1 ટકાનો ગ્રોથ થયો છે. જે દર્શાવે છે કે દેશમાં ઉત્પાદન ક્ષેત્રે બ્રેક લાગી ગઈ છે.
કાર, યુટીલીટી વ્હીકલ સહીતના લાઈટ વ્હીકલના ઉત્પાદનમાં ચોથા સ્થાને
હળવા વાહનોના ક્ષેત્રમાં ભારતનો વિકાસ દર વિશ્ર્વના પાંચ ટોચના દેશોમાં સામેલ થયો છે. વાસ્તવમાં ભારતીય અર્થતંત્રને ખાસ ટ્રેક પર મુકવા માટે આ ક્ષેત્રએ મહત્વનો ફાળો આપ્યો છે. વિશ્ર્વના ઓટોમેટીવ ક્ષેત્રને ચાઈનાએ સૌથી વધુ તાકાત આપી છે તો ભારતીય સેકટરે પણ તેમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને દર વર્ષે 40 લાખ યુનીટનું ઉત્પાદન કર્યું છે. જે ચીન, અમેરીકા અને જાપાન બાદ ચોથા ક્રમે છે. લાઈટ વ્હીકલમાં નાની કાર, યુટીલીટી વ્હીકલ, વાહન અને પીકઅપ ટ્રકનો સમાવેશ થાય છે.
દરેક ઘરમાં વિજળીનું લક્ષ્યાંક મોદી સરકાર ચુકી ગઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં દરેક ઘરમાં 2019 સુધીમાં વિજળી પહોંચાડવાનો લક્ષ્યાંક નિશ્ર્ચિત કર્યો હતો. પરંતુ હજુ દેશમાં અંદાજે 10 લાખ ઘરોમાં અંધારા છે. દેશના 25 રાજયોમાં અંદાજે 2.39 કરોડ ઘરોમાં જો કે વીજળી પહોંચી ગઈ છે. પરંતુ 10 લાખ ઘરો હજુ અંધારામાં છે. ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ જે તે ગામમાં વિજળીના થાંભલા અને કનેકટીવીટી ઉપલબ્ધ બનાવવાથી આ સમસ્યાનો અંત આવતો નથી. ગ્રામીણ ઘરોમાં ગરીબીને કારણે લોકો વીજ કનેકશન લેતા ખચકાય છે.


Advertisement