વેલકમ 2019; સમગ્ર વિશ્ર્વ જશ્નમાં ડુબ્યુ, ઝગમગાટભરી ઉજવણી

01 January 2019 12:28 PM
India
  • વેલકમ 2019; સમગ્ર વિશ્ર્વ જશ્નમાં ડુબ્યુ, ઝગમગાટભરી ઉજવણી

Advertisement

આશા, અરમાન, ઉત્સાહ અને ઉમંગ-જોશ સાથે નવા કેલેન્ડર વર્ષ 2019નો પ્રારંભ થયો છે. મધરાતે 12ના ટકોરે ભારતમાં મુંબઈથી માંડીને અમેરિકામાં ન્યુયોર્ક સુધી દુનિયાભરના તમામે તમામ દેશોના શહેરો નવા વર્ષની ઉજવણીમાં ગળાડુબ બન્યા હતા. આકર્ષક-અભૂતપૂર્વ આતશબાજી સાથે નવા વર્ષનો ઉજાશ પથરાયો હતો. અનેકવિધ અરમાનો સાથે વિશ્ર્વભરના કરોડો લોકો જશ્નમાં ડુબ્યા હતા અને નવા વર્ષને આવકાર્યુ-વધાવ્યુ હતું.
દુનિયાના જુદા-જુદા દેશોમાં આતશબાજીના ધૂમધડાકા તથા રોશનીના ઝગમગાટ વચ્ચે રંગીન ઉજવણી કરવામાં આવી હતી. જશ્ન માટે એક-એકથી ચડીયાતા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વિશ્ર્વના દેશોમાં અજાયબી સમી ઈમારતોમાં રોશનીના શણગારો વચ્ચે હજારો-લાખો-કરોડો લોકો એકઠા થયા હતા.
પ્રથમ તસ્વીરમાં મલેશિયાના કુઆલાલુમ્પુરના પેટ્રોનાશ ટવીનટાવર પર આતશબાજીનો ઝગમગાટ છે. બીજી તસ્વીર હોંગકોંગના વિકટોરીયા હાર્બર પર કલરફુલ આતશબાજીની છે. ત્રીજી તસ્વીરમાં સિંગાપોરનો નયનરમ્ય નજારો છે. ચોથી તસ્વીર ન્યુઝીલેન્ડના ઓકલેન્ડનું આકાશ આતશબાજીથી ઝગમગી ઉઠયું તેની છે. રશિયાના મોસ્કો સ્થિત ક્રોમલીન પરનો આકાશનો નજારો પાંચમી તસ્વીરમાં જણાય છે. છઠ્ઠી તસ્વીર બ્રિટનના સેન્ટ્રલ લંડનમાં લંડન આઈ આસપાસ મધરાત્રે ઝગમગેલા આકાશની છે. અમેરિકાના ન્યુયોર્કના ટાઈમ્સ સ્કવેર ખાતે ઉજવણીમાં ડુબેલા લોકો સાતમી તસ્વીરમાં જણાય છે. અંતિમ તસ્વીર ઓસ્ટ્રેલિયાના સિડની છે જયાં નવા વર્ષને વધાવવા માટે અત્યાર સુધીની સૌથી મોટી આતશબાજી કરવામાં આવી તેની છે.

Advertisement