વિદાય લેતા વર્ષમાં પીપીએફમાં સૌથી વધુ વળતર મળ્યું

31 December 2018 11:35 AM
Business India
  • વિદાય લેતા વર્ષમાં પીપીએફમાં સૌથી વધુ વળતર મળ્યું

2017માં નીફટી-મીડકેપ-100માં 49% વળતર હતું 2018માં માઈનસ 16.05 : જોખમી રોકાણ કરતા સલામત- ફિકસ રોકાણકારો માટે રાહત રહી: સોનામાં 7% જેટલું વળતર-ફુગાવો 4.74% રહેતા ધસારો ઓછો લાગ્યો

Advertisement

નવી દિલ્હી: 2018નું વર્ષ ઈકવીટી રોકાણકારો ભુલી જવા જ મથશે તે નિશ્ર્ચિત છે અને હજું 2019માં ભારતમાં લોકસભાની ચૂંટણી તથા વૈશ્ર્વિક પ્રવાહ બન્ને અસર કરશે અને તેના કારણે હાલ પણ રોકાણ ધોવાયું છે. લાંબાગાળામાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારને પણ સહન કરવું પડયું છે તો ફુગાવો સરેરાશ 4.74% રહ્યો છે. જેનાથી આ વર્ષ ફીકસ ઈન્કમ રીટર્નમાં પણ ફુગાવાના કારણે તેટલું ધોવાણ થયું છે. આ વર્ષ રોકાણમાં જેઓએ પરંપરાગત સલામત રોકાણ કર્યુ છે તેઓ માટે રાહત છે કે તેઓ મોટો ધસારો સહન કરવો પડયો નથી અને તેઓનું એવરેજ રીટર્ન જળવાઈ રહ્યું છે. જો વિવિધ બચત યોજના કે પછી બેન્ક ડિપોઝીટ- ડેબ્ટ ફંડ સોના અને શેરબજારમાં ચાલુ વર્ષના રોકાણ વળતરનો સીનારીયો ચકાસશે તો પબ્લીક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ)માં સૌથી વધુ 7.7%નું વળતર મળ્યું છે. જયારે સૌથી વધુ ધોવાણ નીફટી, મીડકેપ 100માં 16.05%નું થયું છે. સરકારે ચાલુ વર્ષ વ્યાજદર વધતા નાની બચતના વ્યાજદર થોડા વધાર્યા હતા અને હવે આગામી ત્રણ માસના નવા વ્યાજદર આગામી એક-બે દિવસમાં જાહેર થશે પણ ચાલું વર્ષ ફીકસ-સલામત રોકાણ કરનાર બચી ગયા છે. આ આમ આદમી જેવો કોઈ વધુ રોજબરોજની સમીક્ષા કે જોખમ લીધા વગર જેઓ રોકાણ કર્યું. જો કે પોષ્ટ ઓફીસની વિવિધ બચત યોજનાઓએ પણ 7%થી વધારેનું રીટર્ન આપ્યું છે. જેમાં એનએસસી 7.78% મંથલી ઈન્કમ સ્કીમ 7.43% પોષ્ટ ઓફીસની ત્રણ વર્ષની ટર્મ ડિપોઝીટમાં 7% જયારે બેન્કોની એકથી ત્રણ વર્ષની ડિપોઝીટમાં 6.8% જેવા વળતર મળ્યા છે અને સોનામાં રોકાણમાં 6.93% વળતર મળ્યું છે. નીફટી-50માં જો કે રોકાણ 2.69% જ રહ્યું છે તો નિફટી મીડકેપ 100માં રોકાણ માઈનસ 16.05% રહ્યું છે. વાસ્તવમાં પીપીએફનો વ્યાજદર હંમેશા 10 વર્ષની ગવર્મેન્ટ સીકયોરીટી કરતા 25 બેઝીક પોઈન્ટ વધુ રહ્યો છે તે આ વ્યાજદર નિશ્ર્ચિત કરવાની ફોર્મ્યુલા છે. રીઝર્વ બેન્કે આ વર્ષ વ્યાજદર વધાર્યા તેના પગલે નાની બચત અને બેન્કના દર વધ્યા છે. 2017માં મીડકેપ-100માં 40% જેવું વળતર હતું અને તે સમયે પીપીએફ અને ફીકસ ડિપોઝીટ એ રોકાણની દ્રષ્ટીએ કંગાળ રહ્યા હતા.

2018: કિનારે સલામત રહ્યા
યોજના= વળતર
પીપીએફ=7.7%
એનએસસી=7.7%
એમઆઈએમ=7.43%
પોષ્ટ ઓફીસ 3 વર્ષ=7.00%
એફડી (1થી3 વર્ષ)=6.8%
નિફટી-50 =2.69
નીફટી મીડકેપ=(100) માઈનસ=16.05
સોનુ=7.00


Advertisement