આકાશ જ અમારા માટે રમતગમતનું મેદાન; એરફોર્સ એરોબેટીકસ ટીમનુ અદભૂત કૌવત

28 December 2018 11:42 AM
India
  • આકાશ જ અમારા માટે રમતગમતનું મેદાન; એરફોર્સ એરોબેટીકસ ટીમનુ અદભૂત કૌવત

Advertisement

ભારતીય એરફોર્સની એરોબેટીકસ ટીમ વર્ષોથી યુદ્ધવિમાનોના અભૂતપૂર્વ કૌવત કરતી હોય છે. હવે ટવિટર પર પણ કૌશલ્યનો નજારો ચાલુ કર્યો છે. છેલ્લા એક મહિનાથી સૂર્યકિરણ એરોબીકસ ટીમ દ્વારા આકાશી કૌવતની અનેક તસ્વીરો તથા વિડીયો પેશ કર્યા છેતે પૈકીના કેટલાક તો એરફોર્સના સતાવાર હેન્ડલ પર રીટવીટ પણ કરવામાં આવ્યા છે. એક યુદ્ધ વિમાનની કોકપીટમાંથી ઉતારાયેલા વિડીયોમાં અદભૂત કૌશલ્ય નજારો પેશ કરાયો છે. સૂર્યકિરણ એરોબેટીકસ ટીમની રચના 1996માં થઈ હતી. સૂર્યકિરણ ટીમનો મોટો ‘ઓલવેઈઝ ધ બેસ્ટ’ (કાયમ શ્રેષ્ઠ) રહ્યો છે અને ભારતીય હવાઈદળના એમ્બેસેડર તરીકે તેને ઉપસાવવામાં આવી છે. કર્ણાટક નાબિદાર એરફોર્સ સ્ટેશન પર તેની સ્કવોર્ડન હતી. 2011 ફેબ્રુઆરીમાં તે વિખેરી નાખવામાં આવી હતી. 2015 માં ફરી તેનું ગઠન કરાયુ હતું. 2017થી ફરી નવ ટીમો કૌવત દર્શાવી રહી છે.


Advertisement