ગુજરાતને નવા 6 IPS અધિકારી મળ્યા

27 December 2018 11:37 AM
Ahmedabad Health
  • ગુજરાતને નવા 6 IPS અધિકારી મળ્યા

Advertisement

અમદાવાદ તા.27
ગુજરાતને આવતા થોડા દિવસોમાં નવા છ આઈપીએસ અધિકારી મળ્યા અને ત્યારબાદના ટુંકાગાળામાં બીજા 10ની ફાળવણી કરવામાં આવશે.
ગૃહવિભાગના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે રાજયમાં 180માંથી 13 આઈપીએસ અધિકારી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. આ સિવાય ક્રીપ્ટોકરંસી કાંડની તપાસ કરનાર દિપાંકર ત્રિવેદી પણ તુર્તમાં કેન્દ્રીત ગુપ્તચર ખાતામાં જવાના છે. રાજીવ રંજન ભગતને સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપ (એસપીજી)માં મુકી દેવામાં આવ્યા છે.
સૂત્રોએ કહ્યું કે તાજેતરમાં જ તાલીમ પુરી કરનારા છ આઈપીએસ અધિકારીઓને ગુજરાતને ફાળવવામાં આવ્યા છે. નવા 150 આઈપીએસ અધિકારીઓને તાલીમ પુરી કરી છે. ગુજરાતને બિહાર-તામીલનાડુ જેટલા છ-છ અધિકારીઓ ફાળવવામાં આવ્યા છે. સૌથી વધુ 12 અધિકારીઓને ઉતરપ્રદેશને ફાળવવામાં આવ્યા છે.
રાજયના 11 અધિકારીઓ આગામી ઓગષ્ટ સુધીમાં નિવૃત થવાના છે તેઓને એકસટેન્શન આપવાની કોઈ દરખાસ્ત નથી. આઈપીએસ અધિકારીઓને એકસટેન્શન નહીં આપવાની નીતિ સરકારે અપનાવી છે.
આવતા આઠ મહિનામાં નિવૃત થનારા અધિકારીઓમાં એ.કે.પટનાયક, આર.જે.સવાણી, એસ.કે.દવે, જે.કે.ભટ્ટ, એસ.એમ.ખત્રી, જી.વી.બારોટ, શશીકાંત ત્રિવેદી, વી.એમ.પારઘી, મોહન ઝા, સતીષ શર્મા તથા પ્રમોદકુમારનો સમાવેશ થાય છે.


Advertisement