ધા૨ીના ગીગાસણ ગામે શાકોત્સવ મહોત્સવ

26 December 2018 01:45 PM
Saurashtra
  • ધા૨ીના ગીગાસણ ગામે શાકોત્સવ મહોત્સવ
  • ધા૨ીના ગીગાસણ ગામે શાકોત્સવ મહોત્સવ
  • ધા૨ીના ગીગાસણ ગામે શાકોત્સવ મહોત્સવ
  • ધા૨ીના ગીગાસણ ગામે શાકોત્સવ મહોત્સવ
  • ધા૨ીના ગીગાસણ ગામે શાકોત્સવ મહોત્સવ
  • ધા૨ીના ગીગાસણ ગામે શાકોત્સવ મહોત્સવ

Advertisement

બીએપીએસ સ્વામિના૨ાયણ મંદિ૨ ધા૨ી આયોજીત શાકોત્સવ ગીગાસણ ગામમાં બાબુભાઈ લક્ષ્મણભાઈ કોટડીયાના નિવાસસ્થાને યોજાયો હતો, આ શાકોત્સવમાં પૂજ્ય સૌમ્યમૂર્તિંદાસ સ્વામિ અને પૂજ્ય દિનબંધુ સ્વામિએ આશીર્વચન આપેલા, આ કાર્યક્રમમાં ધા૨ી તાલુકા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધા૨ી માર્કેટીંગ યાર્ડના ચે૨મેન મનસુખભાઈ ભુવા, ધા૨ીના સ૨પંચ જીતુભાઈ જોષ્ાી, ખીચા ગામનાં સ૨પંચ ન૨ેશભાઈ ભુવા, ગીગાસણના સ૨પંચ ૨સીકભાઈ દેવાણી, તાલુકા પંચાયત સદસ્ય ભ૨તભાઈ અંટાળા, ધા૨ીના ઉપસ૨પંચ જીગ્નેશગી૨ી ગોસાઈ, અગ્રણીઓ ઉપસ્થિત ૨હ્યા હતા.
ઉનાનાં સામતે૨માં આંગણવાડી મકાનનું ખાતમુહૂર્ત
સામતે૨ ગામે આંગણવાડી ઘ૨નું નવનિર્માણ ક૨વા ખાતમુહૂર્ત ક૨વામાં આવેલ હતું. જેમાં ગો૨પાની હાજ૨ીમાં પુજા વિધિ ક૨વામાં આવી હતી. આ તકે ગામના સ૨પંચ હંસાબેન સોલંકી, પૂર્વ સ૨પંચ કાળુભાઈ સોલંકી તથા સભ્યો સહિત ઉપસ્થિત ૨હયા હતા.
ધા૨ી બા૨ એસો.ના પ્રમુખપદે વન૨ાજભાઈ વાળા બિનહ૨ીફ
(કાંતિભાઈ જોષ્ાી)
ધા૨ી તા.૨પ
ધા૨ી બા૨ એસોસીએશનના તમામ હોદેદા૨ોની બિન હ૨ીફ નિમણુંક, ધા૨ી બા૨ એસોસીએશનની બેઠકમાં વર્ષ્ા ૨૦૧૯ના પ્રમુખ ઉપપ્રમુખ હોદેદા૨ોની નિમણુંક માટે બા૨રૂમમા એક મીટીંગ મળેલી જેમા સર્વાનુમતે પ્રમુખ વન૨ાજભાઈ વાળા, ઉપપ્રમુખ શે૨મહમદભાઈ જામ, સેક્રેટ૨ી ૨વિભાઈ જોષ્ાી, ખજાનચી ભાવિશાબેન મહેતાની બિનહ૨ીફ નિમણુંક થયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રમુખ ત૨ીકે વન૨ાજભાઈ વાળા છઠ્ઠીવા૨ બીનહ૨ીફ થયેલ છે. ઉપપ્રમુખ ત૨ીકે શે૨મહમદભાઈ જામ પ્રથમવા૨ બિનહ૨ીફ થયેલ છે. સેક્રેટ૨ી ત૨ીકે ૨વિભાઈ જોષ્ાી ત્રીજી વા૨ બીનહ૨ીફ થયેલ છે. ખજાનચી ત૨ીકે ભાવિષ્ાાબેન મહેતા ત્રીજીવા૨ બિનહ૨ીફ થયેલ છે.
ઉનાના નવાબંદ૨ ખાતે વિદેશી પંખીનું આગમન
ઉનાના નવાબંદ૨ દ૨ીયાઈ કાંઠાના મીઠા પાણીના વિ૨ડામાં વિદેશી કલા નામના હજા૨ો પક્ષ્ાીઓના આગમન થતા અ વિસ્તા૨માં અને૨ો આનંદ છવાયો છે. દ૨ વર્ષ્ો દેશ વિદેશના પક્ષ્ાીઓ આ વિસ્તા૨માં આઠ માસ સુધી શુધ્ધ ખો૨ાક અને મીઠા પાણી મળતા હોવાથી કુદ૨તી આબોહવાની લહે૨ માણે છે.
તામિલનાડુનાં ૨ાજયપાલ બનવા૨ીલાલ
પુ૨ોહિત સોમનાથમાં : પૂજન-અર્ચન
સોમનાથ મહાદેવનાં વહેલી સવા૨ના દર્શન મહાપૂજા ક૨ી ધન્ય થતા તામીલનાડુનાં ૨ાજયપાલ બનવા૨ીલાલ પુ૨ોહિત પિ૨વા૨ સાથે મહાપૂજા ક૨ેલ તેઓનું સન્માન ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને સેક્રેટ૨ી પી.કે.લહે૨ીએ ક૨ેલ તેઓએ મંદિ૨ પ૨ીસ૨નાં મંદિ૨ો, દક્ષ્ાિણ ધ્રુવ સ્થિત તથા પ્રગતિ કાર્યથી માહિતગા૨ થયા હતા. તેઓએ પોતાના વિચા૨ વ્યક્ત ક૨તા જણાવેલ કે તેઓ ખૂબ જ પ્રસન્ન થયેલ અને પી.કે.લહે૨ી અને પૂજા૨ીઓનો આભા૨ વ્યક્ત ક૨ેલ હતો.
(તસ્વી૨ : દેવાભાઈ ૨ાઠોડ - પ્રભાસપાટણ)
ઊનાના ભાચામાં રામકથાનુ આયોજન : તૈયારી શરૂ
ઊનાના ભાચા ગામે રામકથાનું ભવ્ય આયોજન તા.30 ડી. થી કરવામાં આવનાર છે. તા.30 ડીસે. થી તા 7 જાન્યુ.2019 સુધી ચાલનાર હોય જેમાં કથાના વક્તા પૂજ્ય ભગતબાપુના મુખે રસપાન કરશે. આ રામકથામાં ધર્મભક્તિનો લાભ લેવા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડશે. આ ભગીરથ કાર્યમાં અગાઉથી ગ્રામજનો કોમી એકતા સાથે પોપટલાલ જે રાદડીયા, બી.એલ ભીલવાડા, અબ્બાસભાઇ બ્લોચ, નટુભાઇ બારૈયા સહીત ગ્રામજનો જહેમત ઉઠાવી તડામાર તૈયારી કરી રહ્યા છે.
ઊનાના ભાચા વાડીમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાયો
ભાચા ગામે આવેલ શાળાની બાજુમાં ધીરૂભાઇ લખમણભાઇ જાદવની વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના આટાફેરાથી આજુબાજુના લોકોમાં ભય ફેલાયેલ હતો. આ અંગે પર્યાવરણ સેવાટ્રસ્ટના પ્રમુખ અબ્બાસભાઇ બ્લોચને જાણ કરાતા તેવોએ વનવિભાગને જાણ કરી હતી. અને વનવિભાગના સ્ટાફ દ્રારા તાત્કાલીક પાંજરૂ મુકવામાં આવેલ અને સવારે દીપડો પાંજરે પુરાયો હતો. વનવિભાગના આરએફઓ પંડ્યા, રણજીતભાઇ પરમારભાઇ નજુભાઇ, રામજીભાઇ સહીતના સ્ટાફે આ ખૂંખાર દીપડાને પાંજરા સાથે જસાધાર એનીમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ.


Advertisement