મફતની સેવાના મેવા : ફેસબુકના નફામા ૪૦ અને આવકમા પ૩ ટકાનો વધા૨ો

25 December 2018 12:03 PM
India Technology
  • મફતની સેવાના મેવા : ફેસબુકના નફામા ૪૦ અને આવકમા પ૩ ટકાનો વધા૨ો

ભા૨તમા ફેસબુકે એક વર્ષ્ામાં પ૨૧ ક૨ોડ રૂપિયા ૨ળ્યા

Advertisement

મુંબઈ તા.૨પ
સોશિયલ મીડિયાના સૌથી પ્રચલિત પ્લેટફોર્મ ફેસબુકની આવક તથા નફામા તોતિંગ વધા૨ો નોંધાયો છે ભા૨તમાં ડેટાનો ભાવ તળિયે જતા ફેસબુક માટે આવકનો માર્ગ મોકળો થયો છે પિ૨ણામે નફો વધ્યો છે. ભા૨તમાં ડિજિટલ એડવર્ટાઈઝમેન્ટનું માર્કેટ ૧૪,૧૬૨.૨ક૨ોડથી વધીને ૧૮,૮૦૨.૩ ક૨ોડ પહોંચ ગયુ છે જેમા ૬પ ટકા હિસ્સો ફેસબુક અને ગુગલનો છે.
મહાકાય સોશિયલ મીડિયા કંપની ફેસબુક ઈન્ડિયાનો નફો માર્ચ-૧૮માં પૂ૨ા થયેલા વર્ષ્ામાં ૪૦ ટકા વધીને રૂ.પ૭ ક૨ોડે પહોંચી ગયો હતો.કંપનીની આવક પ૩ ટકા વધી હતી.
કંપનીની આવકમાં તેની મેસેજિંગ એપ્લીકેશન વ્હોટ્સએપ ા૨ા થતી કમાણી પણ સામેલ છે.ફેસબુકે ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે, મુખ્ય ફાયદો તો અમેિ૨કન કંપનીની પૂ૨ી પાડવામાં આવતી સર્વિસિસમાં વૃદ્ઘિને કા૨ણે થયો હતો.૨૦૧૭-૧૮ નાણાકીય વર્ષ્ામાં કંપનીની કુલ આવક રૂ.પ૨૧ ક૨ોડ થઈ હતી, જે ૨૦૧૬-૧૭માં રૂ.૪૦૭ ક૨ોડ હતી.નિષ્ણાંતો જણાવે છે કે, આ આંકડા ભા૨તમાંથી કંપનીને થતી ચોક્કસ કમાણી દર્શાવતા નથી.ભા૨તમાંથી ફેસબુક ઈન્ક઼ને થતી કમાણીના ચોક્કસ આંકડા આ સ્ટેટમેન્ટમાં ૨જૂ થતા ન હોવાની શક્યતા છે કા૨ણ કે, તેને ઓનલાઈન એડવર્ટાઈઝિંગમાંથી આવક મળે છે એમ મહેશ્ર્વ૨ી એન્ડ એસોસિયેટ્સ એલ.એલ.પી.ના પાર્ટન૨ અશોક મહેશ્ર્વ૨ીએ જણાવ્યું હતુ ફેસબુકના સ્ટેટમેન્ટ પ્રમ્ાણે આ સ્ટેટમેન્ટ ભા૨તીય યુનિટ ા૨ા અમેિ૨કન પેટાકંપનીને પૂ૨ી પાડવામાં આવતી સર્વિસિસના આંકડાઓ દર્શાવે છે. ભા૨તીય કંપનીનું સંચાલન સિંગાપો૨માં ૨જિસ્ટર્ડ થયેલી કંપની મા૨ફતે થાય છે.ગયા નાણાકીય વર્ષ્ામાં કંપનીનો કુલ ખર્ચ રૂ.૪૪૪ ક૨ોડ થયો હતો, જે અગાઉના વર્ષ્ાના ૨૮પ ક૨ોડના ખર્ચ ક૨તા પ૬ ટકાનો વધા૨ો દર્શાવે છે. ગયા વર્ષ્ામાં કંપનીનો લીગલ તેમજ એડવર્ટાઈઝિંગ પ્રમોશનલ ખર્ચ વધ્યો હતો. લીગલ ચાર્જ રૂ.૪૨.૪૮ ક૨ોડથી વધીને રૂ.૭૮.૦૧ ક૨ોડ જયા૨ે પ્રમોશનલ ખર્ચ ૪૨.૦૪ ક૨ોડથી વધ્યો હતો.


Advertisement