ક્રિસમસ ટ્રીની સજાવટમાં 5,80,806 લાઇટસનો રેકોર્ડ બન્યો જપાનમાં

22 December 2018 01:35 PM
Off-beat World
  • ક્રિસમસ ટ્રીની સજાવટમાં 5,80,806 લાઇટસનો રેકોર્ડ બન્યો જપાનમાં

Advertisement

જપાનના ઓસાકામાં આવેલા યુનિવર્સલ સ્ટુડિયોએ ફરી એક વાર આર્ટિફિશ્યલ ક્રિસમસ ટ્રી પર સૌથી વધુ લાઇટસ લગાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પાર્કે પહેલી વાર 2011માં ક્રિસમસ ડેકોરેશન દરમિયાન સૌથી વધુ લાઇટસ લગાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. એ પછીથી દર વર્ષે વધુને વધુ લાઇટસ લગાવીને પાર્ક પોતાનો જ રેકોર્ડ તોડે છે. ગયા વર્ષે ઓસાકાના આ થીમ પાર્કે એક ક્રિસમસ ટ્રીની ઉપર પ,70,546 લાઇટસ લગાવીને રેકોર્ડ બનાવ્યો હતો. આ વર્ષે એમાં દસ હજારથી વધુ લાઇટસ ઉમેરીને આંકડો પ,80,806 થયો છે જે નવો અને તાજો વિક્રમ છે.


Advertisement