માત્ર દોઢ ગ્રામનો દિવાલ પર ચીપકી જતો દુનિયાનો સૌથી હલકો ફૂલકો રોબો શોધાયો

22 December 2018 11:28 AM
Technology
  • માત્ર દોઢ ગ્રામનો દિવાલ પર ચીપકી જતો દુનિયાનો સૌથી હલકો ફૂલકો રોબો શોધાયો

Advertisement

અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટી અને રોલ્સ રોયસ એન્જિનિયરોએ એક માઇક્રો રોબો તૈયાર કર્યો છે. આ રોબોના પગ પર ખાસ ઇલેકટ્રોડસ લગાવેલા છે જે દીવાલ અથવા તો કોઇપણ સપાટી પર ચીપકી જઇ શકે છે. આ રોબોનું વજન માત્ર દોઢ ગ્રામ જેટલું છે. આવડુ ટચૂકડું મશીન વળી શું કામ આપશે? જો કે એન્જિનિયરોનું માનવું છે કે આ રોબો મશીનોની અંદરની સફાઇ કરી આપવામાં મહત્વનો ભાગ ભજવશે. રોબોનું વજન માત્ર 1.48 ગ્રામ છે અને લંબાઇ 4.પ સેન્ટિમીટર છે. જયાં માણસ અથવા તો મશીનના ભાગો પહોંચી શકે એમ નથી એવી ખૂણાખાંચરાની જગ્યાઓએ આ રોબો ઘૂસી જઇ શકે છે.


Advertisement