અમરેલી જિલ્લામાં વધુ બે સિંહબાળનાં મોત : ટ્રેન હડફેટે સિંહણને ઇજા

21 December 2018 11:53 AM
Amreli Gujarat
  • અમરેલી જિલ્લામાં વધુ બે સિંહબાળનાં મોત : ટ્રેન હડફેટે સિંહણને ઇજા
  • અમરેલી જિલ્લામાં વધુ બે સિંહબાળનાં મોત : ટ્રેન હડફેટે સિંહણને ઇજા

ખાંભાના ઇંગોરાળાની સીમમાંથી સિંહબાળનો મૃતદેહ મળ્યો : જાફરાબાદના મીઠાપુર-બાલાની વાવ માર્ગમાં વાહન હડફેટે સિંહબાળનું મોત : રાજુલા પીપાવાવ કોર્ટ પાસે ગુડઝ ટ્રેન હડફેટે સિંહણને ઇજા : વન વિભાગમાં દોડધામ

Advertisement

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.21
અમરેલી જિલ્લાતમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત હોય તેમ વધુ એક સિંહબાળનું મોત નિપજતા તથા પીપાવાવ પોર્ટ પાસે માલગાડીની હડફેટે સિંહણને સામાન્યી ઈજા થતાં સિંહપ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ છે.
હજુ બે દિવસ અગાઉ જ સાવરકુંડલા નજીક માલગાડી અડફેટે એક સિંહણ અને બે સિંહબાળનાં મોત થયાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાાં ખાંભા વિસ્તાખરમાં એક ખેતરમાંથી સવારે એક સિંહબાળ મૃત હાલતમાં મળી આવતા વનવિભાગનાં અધિકારીઓ દોડી ગયા હતા. હાલ તો આ ઘટનામાં સિંહબાળનું કુદરતી રીતે મોત થયાનું જાહેર કરવામાં આવ્યાં છે.
આ મામલે વનવિભાગનાં એસીએફ એન. જે. પરમારે જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે નવેક વાગ્યાંનાં અરસામાં ખાંભાનાં ઈંગોરાળા ગામનાં કનુભાઈ નથુભાઈ કુંજડિયા નામના ખેડૂતનો ફોન આવ્યોવ હતો કે તેમના ખેતરમાં વાવેલ તુવેરના પાકની વચ્ચેુ એક સિંહબાળ મૃત હાલતમાં પડયું છે, તુરંત તેમણે ઉચ્ચય અધિકારીને જાણ કરીને સ્થાળ ઉપર પહોંચ્યાચ હતા. થોડીવારમાંધારી ગીર પૂર્વેનાં ડીએફઓ પુરુસોતમ, આરએફઓ પરિમલ પટેલ, અને ફોરેસ્ટીર સીડા અને વેટરનરી તબીબ વામજા સહિતની ટિમ આવી પહોંચી હતી.
વનવિભાગની ટીમે અહીં તપાસ કરતા માલુમ પડયું હતું કે કનુભાઈની વાડીમાંથી મળી આવેલ સિંહનું બચ્ચુંએ માત્ર ત્રણ માસનું હતુંઅને તેનું રાત્રીનાં અથવા વહેલી સવાર આસપાસ મોત થયું હોય તેવું જણાઈ આવતું હતું. મોતનું સાચું કારણ જાણવા માટે સિંહબાળનું ખાંભા રેન્જબ ખાતે પોસ્ટોમોર્ટમ કરવામાં આવતા વનવિભાગે આ સિંહબાળનું મોત કુદરતી રીતે થયું હોવાનું જાહેર કર્યુ હતું. બાદમાં સિંહબાળને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
આ મામલે એવી વિગતો સામે આવી છે કે આ જે સિંહબાળનું મોત થયું છે, તે પોતાની માતા સિંહણ અને અન્ય એક સિંહબાળ સાથેના ગ્રુપમાં અહીં ઈંગોરાળા વિસ્તા્રમાં વસવાટ કરતું હતું. તો આ સિંહબાળ શું તેની માતાથી વિખૂટું પડી ગયું હશે, ને મોતને ભેટયું હશે. જેથી હાલ વનવિભાગની ટિમો ર્ેારા આ ગ્રુપનાં માતા સિંહણ અને અન્ય સિંહબાળની તપાસ શરૂ કરી દીધી છે.
જયારે ગઈકાલે મોડી રાત્રીના સમયે રાજુલાના પીપાવાવ પોર્ટ નજીક રેલ્વેડ ટ્રેક ઉપર એક પાંચ વર્ષની સિંહણ અચાનક આવી જતાં ટ્રેનને ચાલકે ઉભી રાખવા છતાં પણ આ સિંહણ માલગાડીના એન્જીાન સાથે અથડાઈ જવાપામી હતી.
આમ છતાં આ અકસ્માંતની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થમળે દોડી આવ્યાા હતા અને આ બનાવમાં સિંહણને સામાન્યં ઈજા થવા પામી હોવાનું વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
વાહન હડફેટે સિંહબાળનું મોત
જાણવા મળતી વિગત મુજબ અમરેલી જિલ્લાઠમાં આવેલ જાફરાબાદ તાલુકાના મીઠાપુર- બાલાની વાવ ગામ વચ્ચેે આજે વહેલી સવારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલાવાળું વાહન બેફીકરાઈથી ચલાવી અને માર્ગ ઉપરથી પસાર થઈ રહેલ એક નાનું સિંહ બાળને હડફેટે લઈ ગંભીર ઈજાએ પહોંચાડી વાહન ચાલક નાશી ગયો હતો. આ અકસ્માંતમાં સિંહબાળને ગંભીર ઈજાઓ થતાં તુંરત સારવાર માટે ખસેડાયેલ હતું તેમ છતાં પણ તેમનું મોત નિપજયું હતું. આમ રોજ બરોજ વન્યન પ્રાણીઓ જેમાંખાસ સિંહના મોતની સંખ્યાઈમાં અસહય વધારો નોંધાતા લોકોમાં વન વિભાગ સામે રોષ ભભૂકી ઉઠયો છે.
સરકાર દવારા વન્ય. પ્રાણીઓની સુરક્ષા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાં પણ અમરેલી જિલલામાં વન્યય પ્રાણીઓની જાણે માઠી બેઠી હોય તેમ રોજ બરોજ આવા અમૂલય વન્ય પ્રાણીઓના મોતના બનાવો બની રહયા છે ત્યામરે વન વિભાગ સામે અનેક સવાલો ઉભા થઈ રહયા છે તેમ છતા પણ વનવિભાગ પોતાની ઘોર બેદરકારીમાંથી બહરા નહી આવતા રોષ ફાટી નિકળ્યો છે.


Advertisement