હવાઈ ઉપરાંત સમુદ્રી સફરમાં પણ મોબાઈલ-ઈન્ટરનેટ સેવા મળશે

17 December 2018 11:40 AM
India
  • હવાઈ ઉપરાંત સમુદ્રી સફરમાં પણ મોબાઈલ-ઈન્ટરનેટ સેવા મળશે

સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ: વિમાન 3000 ફુટની ઉંચાઈએ ગયા બાદ મોબાઈલનો ઉપયોગ શકય

Advertisement

નવી દિલ્હી: ભારત સરકારે હવે ‘જયાં માનવી ત્યાં ઈન્ટરનેટ’ યોજના ભાગરૂપે દેશભરમાં ઈન્ટરનેટ સેવા બ્રોડબેન્ડ કે પછી મોબાઈલ ઈન્ટરનેટથી આપવા માટે અંતિમ તબકકાનું કામ શરૂ કર્યુ છે તે વચ્ચે હવે ફકત હવાઈ સેવામાં જ નહી પરંતુ સમુદ્રમાં પણ ભારતીય સીમામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા મળશે તે અંગેનું એક જાહેરનામું બહાર પાડયું છે. હાલમાં જ ભારતે એક શક્તિશાળી સંદેશાવ્યવહાર ઉપગ્રહ આકાશમાં તરતો મુકયો છે અને તેનાથી નેટ-વ્યાપ અને સ્પીડ બન્ને વધારવામાં સહાયતા મળશે અને તેથીઆગામી દિવસોમાં ભારતમાં ઘરેલું ઉડાનમાં મોબાઈલ ઈન્ટરનેટ કોલીંગ તમામ સુવિધા મળનાર છે અને હવે તેમાં એક ડગલું આગળ વધીને સમુદ્રી ક્ષેત્રમાં પણ નેટ સેવામળે તેવી તૈયારી છે. જાહેરનામામાં આ અંગે મંજુરી અપાઈ છે. હવાઈ સેવામાં વિધાન 3000 ફુટની ઉંચાઈએ પહોંચ્યા પછી ‘યાત્રી’ તેના મોબાઈલનો ઉપયોગ કરી શકશે અને લેન્ડીંગ સમયે 3000 ફુટની વિમાન નીચે જાય પછી તે સેવા બંધ થઈ જશે. આ વ્યવસ્થાની વિમાનના કેન્દ્રીય ટ્રાવર સાથેના સંદેશા વ્યવહારના સિગ્નલોને અસર ન થાય તે માટે કરવામાં આવી છે. આ માટે અલગથી લાયસન્સ વ્યવસ્થા છે અને 10 વર્ષ માટે તે અપાશે.
આજ પ્રકારે સમુદ્રીયાત્રામાં ભારતની દરિયાઈ સીમામાં પણ ઉપગ્રહ મારફત સિગ્નલ પકડી શકશે. આ માટે દરેક જહાજમાં એક ખાસ ડિવાઈઝ જરૂરી બનશે જેના મારફત આ સેવા મળશે.


Advertisement