રિલાયન્સ જીયો હવે સ્માર્ટ ફોન પણ બનાવશે

15 December 2018 04:53 PM
Business
  • રિલાયન્સ જીયો હવે સ્માર્ટ ફોન પણ બનાવશે

Advertisement

ટેલીકોમ જાયન્ટ તરીકે આગળ વધી રહેલી મુકેશ અંબાણીની રીલાયન્સ જીયો કંપની સ્માર્ટફોન માર્કેટમાં પણ ધમાકા સાથે પ્રવેશશે. જીયો દ્વારા આ માટે અમેરિકી હેન્ડસેટ કંપની ફલેકસ સાથે વાટાઘાટ ચાલી રહી છે અને ટુંક સમયમાં જીયો આ અંગે જાહેરાત કરશે. ખાસ કરીને તે ભારતમાં હાલની ઉત્પાદન ક્ષેત્રની ટેકસ સુવિધાઓનો ફાયદો લઈને ફલેકસ કંપનીને તેના મોબાઈલ ઉત્પાદન એકમ ભારતમાં સ્થાપવા માટે સહયોગ કરશે. આ માટે ચેન્નઈ ખાતેના સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન પર રીલાયન્સ જીયોની નજર છે અને તે પ્રતિ માસ 40થી50 લાખ સ્માર્ટફોન બનાવવાની ક્ષમતા ધરાવતી કંપનીને ભારતમાં રોકાણ કરવા સમજાવશે અને તે રીતે તે જીયોના હેન્ડસેટ બજારમાં મળવા માંડશે.


Advertisement