હવે હનુમાનજીને દલિત જાતિનું સટિૅફિકેટ અાપવાની માગણી

08 December 2018 02:06 PM
India
  • હવે હનુમાનજીને દલિત જાતિનું સટિૅફિકેટ અાપવાની માગણી

Advertisement

લખનૌ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી અાદિત્યનાથ હનુમાનજીને પણ 'દલિત' કહયા અે પછી વારાણસીમાં કેટલાક રાજનેતાઅો ભગવાન હનુમાનને પણ દલિત સટિૅફીકેટ અપાવવા મેદાને પડયા છે. વારાણસીમાં જાતિ પ્રમાણપત્ર માટેના અાવેદનમાં ભગવાન હનુમાનનો ફોટો લગાવ્યો છે. તેમના પિતાનંુ નામ કેસરી અને માતા અંજનાદેવી લખ્યંુ છે. તેમના પિતાનંુ નામ કેસરી અને માતા અંજનાદેવી લખ્યંુ છે. ઉંમરના ખાનામાં લખ્યુું છે અનંત, રહેઠાણમાં સ્થાનિક પ્રસિઘ્ધ સંકટમોચન મંદિરનંુ અેડ્રેસ છે અને જાતિના ખાનામાં ખાસ 'દલિત' શબ્દનો પ્રયોગ છે. ઉત્તર પ્રદેશના ભૂતપૂવૅ પ્રધાન શિવપાલ સિંહ યાદવના નેતૃત્વવાળી પ્રગતિશીલ સમાજવાદી પાટીૅ (લોહિયા)અે વારાણસી જિલ્લાના પ્રશાસન સામે ભગવાન હનુમાનને જાતિનંુ પ્રમાણપત્ર અાપવાની અરજી કરી છે. પ્રગતિશીલ સમાજવાદી પાટીૅના જિલ્લારુઅઘ્યક્ષ હરીશ મિશ્રનંુ કહેવું છે કે જયારે ઉત્તર પ્રદેશના મુખિયાઅે જ ભગવાનને જાતિમાં વહેંચી નાખ્યા છે તો તેમણે તેમની જાતિનંુ પ્રમાણપત્ર બહાર પાડવંુ જોઈઅે જેથી અારક્ષણનો લાભ તેમને પણ મળી શકે. અા પ્રમાણપત્ર બધા હનુમાન મંદિરોમાં લગાવી દેવામાં અાવશે.


Advertisement