એનપીએ મુદે અરુણ જેટલી સામેની જાહેર હિતની અરજી ફગાવાઈ: ધારાશાસ્ત્રીને દંડ

07 December 2018 03:02 PM
Hindi
  • એનપીએ મુદે 
અરુણ જેટલી સામેની જાહેર હિતની અરજી ફગાવાઈ: ધારાશાસ્ત્રીને દંડ

Advertisement

નવી દિલ્હી તા.7
બેંકોના એનપીએ મુદે નાણામંત્રી અરુણ જેટલી સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી એક જાહેર હિતની અરજી આજે સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. એટલું જ નહી પણ આ અરજી ઉપરાંત વારંવાર આ પ્રકારની જાહેર હિતની અરજી કરનાર ધારાશાસ્ત્રી એમ.એલ.શર્મા પર રૂા.50 હજારનો દંડ ફટકારી દીધો હતો અને ચેતવણી પણ આપી હતી કે જો તેઓ આ પ્રકારે અરજીઓ ચાલુ રાખશે તો તેમના પર સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરવા પર પ્રતિબંધ મુકી દેવાશે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની ખંડપીઠે આ પ્રકારની અરજી વિચારવાને યોગ્ય પણ નહી હોવાનું નિરીક્ષણ વ્યક્ત કરીને તે ફગાવી દીધી છે.


Advertisement