LRD પેપર લીક: ચોરના ભાઈ ઘંટીચોર, યશપાલ વેફરના પડીકામાં દિલ્હીથી પેપર સંતાડીને લાવ્યો હતો

06 December 2018 07:02 PM
Video

Advertisement

લોકરક્ષક દળ ભરતી પેપરકાંડમાં મુખ્ય સુત્રધાર યશપાલ સોલંકી પકડાયા બાદ નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. પોલીસના જણાવ્યાનુંસાર યશપાલ તેના મિત્રો સાથે મળી દિલ્હીથી વેફરના પડીકામાં પેપર સંતાડીને લાવ્યા હતો. યશપાલનો ઉદ્દેશ્ય માત્ર પરીક્ષા પાસ કરવાનો હતો. તેને આ પેપરકાંડથી કોઈ ફાઈનન્સીયલ ફાયદો થવાનો ન હતો. અમદાવાદ, વડોદરા, પાલનપુર, મહેસાણા, ગાંધીનગરથી કુલ પાંચ ગ્રુપ દિલ્હી ગયા હતા જેમાં દરેક ગ્રુપમાં પાંચ જેટલા લોકો હતા. હાલ 25થી 30 લોકોની પુછપરછ ચાલી રહી છે. મહત્વનું છે કે ઈન્વેસ્ટીગેશન દરમિયાન ભવિષ્યમાં આરોપીઓનો આકડો વધી શકે છે.


Advertisement