MSWની ડિગ્રી ડેપ્યુટી કલેક્ટર મારફત વડાપ્રધાનને મોકલી આપીને નવતર રીતે વિરોધ

06 December 2018 06:50 PM
Video

Advertisement

ધોરાજીનાં યુવાને પોતાની MSWની ડિસ્ટીંકશન સાથેની ડિગ્રી આજે ડેપ્યુટી કલેક્ટર મારફત વડાપ્રધાનને મોકલી આપીને નવતર રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. ધોરાજીમાં જમનાવડ રોડ ઉપર માધવનગરમાં રહેતો સંકેત મકવાણા નામનો યુવાન આજે બપોરે ડેપ્યુટી કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો અને સરકારની ભ્રષ્ટ નીતિ અને બેરોજગારીની વ્યથા ઠાલવતું આવેદનત્ર આપવા સાથે પોતાની MSWની પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપવા કહ્યું હતું.


Advertisement