ઈન્સ્ટાગ્રામ પ૨ ૧.પપ ક૨ોડ ફોલોઅ૨ સાથે મોદી વિશ્ર્વના સૌથી લોકપ્રિય નેતા

06 December 2018 06:42 PM
India
  • ઈન્સ્ટાગ્રામ પ૨ ૧.પપ ક૨ોડ ફોલોઅ૨ સાથે મોદી વિશ્ર્વના સૌથી લોકપ્રિય નેતા

વિ૨ુષ્કાની મોદી સાથેની તસવી૨ને ૧૮ લાખથી વધુ લાઈક મળી છે

Advertisement

નવી દિલ્હી તા.6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ઈન્સ્ટાગ્રામ પર સમગ્ર દુનિયામાં સૌથી વઘારે ફોલો કરવામાં આવતા નેતા બની ગયા છે. આ ફોટો શેરિંગ એપમાં પીએમ મોદીના કુલ 15.5 મિલિયન ફોલઅર્સ છે. આ લિસ્ટ પીઆરઓ ફર્મ ટિપ્લોમેસી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં 14 મિલિયન ફોલોઅર્સ સાથે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો બીજા નંબરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજા નંબરે છે. તેમના 10.9 મિલિયન ફોલોઅર્સ છે.
2017માં ભારતના ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્ન સમયે વડાપ્રધાન સાથેની મુલાકાતની તસવીરને સૌથી વધુ લાઈક અને કમેન્ટ્સ મળી છે. હાલ આ તસવીર પર 18,58,838 લાઈક અને 10.7 હજાર કમેન્ટ્સ છે. આ તસવીર 20 ડિસેમ્બર 2017માં પોસ્ટ થઇ હતી.
આ ઉપરાંત વડાપ્રધાને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સમયે દેવોસમાં બરફ સાથે ઉભા હતા તે તસવીર બીજી સૌથી પસંદગીની તસવીર બની છે. આ તસવીરને 16,35,978 લાઈક્સ અને 13,534 કમેન્ટ્સ મળી છે.
આ વર્ષે જુલાઈમાં આવેલા એક ગ્લોબલ સ્ટડી પ્રમાણે મોદીના અંગત ટ્વિટર એકાઉન્ટ પર 4.2 કરોડ ફોલોઅર્સ હતા. તે સમયે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 5.2 કરોડ અને પોપ ફ્રાંસિસના 4.7 કરોડ ફોલોઅર્સ હતા. જોકે માઈક્રોબ્લોગિંગ સાઈટ પર પ્રભાવના કિસ્સામાં તેઓ બીજા ક્રમના સૌથી મહત્વપૂર્ણ નેતા છે. મોદીના હાલ ટ્વિટર પર 4.46 મિલિયન ફોલોઅર્સ છે.
એક રિપોર્ટ પ્રમાણે 951 ટ્વિટર એકાઉન્ટની ગતિવિધિઓનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં અગ્રણી નેતાઓ અને વિદેશ મંત્રી સામેલ હતા.


Advertisement