રાજકોટના યુવાનને મેટોડામાં માર મારી ત્રણ રીક્ષાચાલકો સોનાનો ચેઇન લુંટી લીધો

06 December 2018 06:38 PM
Rajkot
  • રાજકોટના યુવાનને મેટોડામાં માર મારી ત્રણ રીક્ષાચાલકો સોનાનો ચેઇન લુંટી લીધો

ખોટી રીતે મારનો ભોગ બનનાર ગીરીશભાઈ મારું મેટોડા જીઆઈડીસીમાં વાયરમેન(એપ્રેન્ટીસ) તરીકે નોકરી કરે છે. : સવારે 8 વાગ્યે ઘરે આવવા જીઆઈડીસી સામે રોડ પર ઉભો’તો : ત્રણ રીક્ષા ચાલકોએ મુસાફરો બેસાડવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી હુમલો કર્યો : ઈજાગ્રસ્ત યુવાન ગીરીશ, મહિલા ભાજપ મોરચોના પ્રમુખ ચંપાબેન મારુનો પુત્ર છે : પોલીસ તપાસનો ધમધમાટ શરુ

Advertisement

રાજકોટ તા. 6
શહેરના કાલાવડ રોડ પર રહેતા અને મેટોડા જીઆઈડીસીમાં વાયરમેન તરીકે નોકરી કરતો ગીરીશ કાનજીભાઈ મારું(ઉ.વ.21) ગઈકાલે રાત્રીની પાળી હોય, આજે સવારે નોકરી પરથી છૂટીને રાજકોટ ઘરે આવવા જીઆઈડીસી ગેઇટ-1 સામે વાહનની રાહ જોઇને ઉભો હતો.
આવા સમયે રોડ પર એકસાથે બે-ત્રણ ઓટો રીક્ષા ચાલકો ભેગા થઇ જતા મુસાફરો બેસાડવા બાબતે એકાબીજા વચ્ચે બબાલ થઇ હતી. આવા સમયે ગીરીશને પણ અજાણ્યા રીક્ષા ચાલકે ખોટી રીતે ગાળો આપતા ગિરીશે પ્રતિકાર કર્યો હતો.
પણ જાણે ત્રણેય રીક્ષા ચાલકો એકસંપ કરીને આવ્યા હોય તેમ ત્રણેય ગીરીશ પર તૂટી પડ્યા હતા. અને માથામાં પથ્થર ઝીંકી લોહીલુહાણ કરી દેતા ગીરીશને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.
અહી ગિરીશે પોલીસેને જણાવેલ કે બબાલ વચ્ચે ત્રણેય શખ્શો ડોકમાં પહેરેલ રૂપિયા 32 હાજરની કિમતનો સોનાનો ચેઈન પણ ઝુંટવી, લુંટી નાશી છૂટ્યા હતા. હોસ્પિટલ ચોકી સુત્રોની જાણ પરથી સંબંધિત પોલીસે આ બનાવની તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. વધુ મળતી વિગતો મુજબ ગીરીશ જસદણ ભાજપ મહિલા મોર્ચોના પ્રમુખ ચંપાબેનને ત્રણ પુત્રોમાંના બીજા નંબરનો પુત્ર છે. ગિરીશના પિતા મોલમાં મજુરી કામ કરે છે.


Advertisement