લુંટ ચલાવનાર શખ્સના આગોતરા જામીન રદ્દ કરતી સેશન્સ કોર્ટ

06 December 2018 06:37 PM
Rajkot

પડધરીના અમરેલી ગામના યુવાનને ધોકાવી

Advertisement

રાજકોટ તા.6
પડધરી તાલુકાના અમરેલી ગામના યુવાનને માર મારી રૂપિયા 47 હજાર રોકડની લુંટ ચલાવનાર મહુવાના રમેશ રાણાએ કરેલી આગોતરા જામીન અરજીને રાજકોટની સેશન્સ કોર્ટે રદ કરી છે.
કેસની વિગતો મુજબ પડધરી તાલુકાના અમરેલી ગામે રહેતા હિતેશ પરસોતમભાઈ અકબરી પોતાનું બાઈક લઈને કાલાવડ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મોટલ ધ વિલેજ હોટેલ પાસે સ્કોર્પયો કાર સાથે ઘસી આવેલા મહુવાના રમેશ રાણા સહિતના શખ્શોએ હિતેશભાઈ પર હુમલો કરી રોકડ, મોબાઈલ, સોનાના ચેઈન સહિતના રૂ.47000 ના મુદ્દામાલની લુંટ ચલાવી નાશી છૂટ્યા હતા. ઉપરોકત આરોપી પૈકી 2મેશ રાણા મક્વાણાએ સંભવિત ધ2પકડ સામે આગોતરા જામીન અરજી કરી પોતે નિર્દોષ હોવાનું, અગાઉની સામ સામે થયેલ ફરીયાદોનો ખાર રાખી ખોટી રીતે સંડોવી દીધો હોવાનું કોર્ટમાં જણાવ્યું હતું. બીજી બાજુ નજરે જોનારા સાહેદો હિતેશભાઈને સમર્થન આપતા હોય, કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની આવશ્યકતા અને મુદ્દામાલ કબજે કરવાનો બાકી હોય આગોતરા જામીન રદ્દ કરવા રજુઆતો થતા,રાજકોટના એડી. સેશન્સ જજે રમેશ રાણાની આગોતરા જામીન અરજી રદ્દ કરતો હુકમ કર્યો હતો.
આ કેશમાં સરકાર તરફથી એ.પી.પી. અતુલ જોષી તથા ફરીયાદ પક્ષેથી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુલાલ શાહી, સહદેવ દુધાગરા, જય પારેડી, , કૈલાશ જાની, હિરેન ડોબરીયા, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.


Advertisement