ગીતાનગરમાં દારૂ પી ઘર પાસે ગાળો બોલતા શખ્સોને ટપારતા મહિલાને બેટ વડે ફટકારી

06 December 2018 06:36 PM
Rajkot Crime
  • ગીતાનગરમાં દારૂ પી ઘર પાસે ગાળો બોલતા
શખ્સોને ટપારતા મહિલાને બેટ વડે ફટકારી

માયાણીનગરમાં ગાળો બોલવા પ્રશ્ર્ને રજપૂત બંધુને તેના મિત્રોએ પથ્થરના ઘા માર્યા

Advertisement

રાજકોટ તા.6
શહેરના ગીતાનગરમાં દારૂ પી ગાળો બોલતા શખ્સને દૂર જવાનું કહેતા બિહારી પરિણીતાને બે શખ્સોએ બેટ વડે ફટકારતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગીતાનગર-2 પાસે રહેતી કિરણબેન લાલભાઇ રાવ (ઉ.વ.30) નામની બિહારી પરિણીતાના ઘર પાસે ઘુટુ નામનો શખ્સ તથા તેનો પુત્ર દારૂ પી ગાળો બોલતો હોય તેને દૂર જવાનું કહેતા બંનેએ મળી બેટથી માર મારતા પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
અન્ય બનાવમાં માયાણીનગર આવાસ યોજના બ્લોક નં.39માં રહેતા ભવાનસિંહ ઉર્ફે મહોબતસિંહ રાઠોડ (ઉ.વ.2પ) તથા તેનાભાઇ અજીતસિંહ (ઉ.વ.30)ને ઘર નજીક ડીલકસ પાનની દુકાન પાસે વિશાલ લાડવા તથા દિપક લાડવાએ મળી ઢીકાપાટુનો માર મારી તેમજ પથ્થર વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલ અજીતસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ રજપૂત બંધુ અને આરોપીઓ મિત્ર હોય, આરોપીએ અજીતસિંહને ગાળો આપતા ગાળો ન બોલવા ઠપકો આપતા હુમલો કર્યો હતો. બનાવ અંગે ભવાનસિંહ ઉર્ફે દિકુની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Advertisement