હરી અેપાટૅમેન્ટમાં જુગાર દરોડો : સાત જુગારી પકડાયા

06 December 2018 06:35 PM
Rajkot Crime

યુનિવસિૅટી પોલીસે રૂા. પ૦,૯પ૦/રુની રકમ કબ્જે કરી

Advertisement

રાજકોટ, તા. ૬ શહેરના ઈન્દીરા સકૅલ નજીક અાવેલા હરી અેપાટૅમેન્ટના ત્રીજા માળે બુધવારથી રજા નિમિતે જુગારીઅો જુગાર રમતા હોવાની ચોકકસ બાતમીના અાધારે યુનિવસિૅટી પોલીસ મથકના ડી સ્ટાફે દરોડો પાડી ૭ જુગારી પાસેથી રૂા. પ૦૯પ૦/રુની રકમ કબ્જે કરી કાયદેસરની કાયૅવાહી કરી હતી. મળતી માહિતી મુજબ ઈન્દીરા સકૅલ નજીક જલારામરુ૩માં અાવેલા હરી અેપાટૅમેન્ટના ત્રીજા માળે ફલેટરુ૩૦પ અારોપી વિનોદ મીઠીયાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર કલબ ચલાવામાં અાવી રહી હોવાની ચોકકસ બાતમી યુનિવસિૅટી પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ પરમાર, ધમૅરાજસિંહ ઝાલાને પેટ્રોલીંગ દરમ્યાન મળતા સ્ટાફને સાથે રાખી બાતમીવાળા સ્થળ પર દરોડો કરી તીનપતીનો જુગાર રમી રહેલા વિનોદ મનુભાઈ મીઠીયા(ઉ.વ.પર), કાનજી ગોવિંદભાઈ સોઢા(ઉ.વ.પપ), મેહુલ પરસોતમભાઈ ઘેટીયા (ઉ.વ.૩૬), ચંદુભાઈ કરમશી અમૃતીયા (ઉ.વ.૬૧), પરેશ મગન માકડીયા(ઉ.વ.૪૭), મનસુખ અંબાવીભાઈ અારદેશણા (ઉ.વ.૭૦), જગદીશ ગાગજીભાઈ મોટેટરીયા (ઉ.વ.પ૯)ની ધરપકડ કરી રૂા. પ૦,૯પ૦/ની રકમ કબ્જે કરી ધોરણસરની કાયૅવાહી કરી હતી.


Advertisement