એક લાખનો ચેક પાછો ફરતા અદાલતમાં રાવ

06 December 2018 06:34 PM
Rajkot Crime
Advertisement

રાજકોટ તા.6
રાજકોટમાં રહેતા સુભાષ ચંદુલાલ જીવરાજાનીએ મિત્ર સબંધે દાવે મદદ કરવાના હેતુથી જયન માખેચાને હાથ ઉછીની વગર વ્યાજે રૂા.એક લાખ આપેલા. રકમ પરત ચૂકવતી વખતે આરોપી જયન માખેચાએ ચેક આપેલ અને જણાવેલ કે ચેક વટાવવા નાખતા તેની રકમ ફરીયાદીને મળી જશે. જેથી ફરીયાદીએ આ ચેક વટાવવા નાખતા સ્વીકાર્યા વગર પરત ફરેલ. જેથી ફરીયાદીએ આરોપી જયન માખેચાને વકીલ મારફત નોટીસ પાઠવેલ જે બજી જવા છતા આરોપીએ ચેક પેટેની રકમ નહિ ચૂકવતા ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ નેગોશિયેબલની સ્પેશ્યલ કોર્ટમાં ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરેલ હતી.


Advertisement