સોખડાની પરિણીતા પર બુટ-પટ્ટા-ધોકા વડે પતિ-સાસુનો હુમલો : સારવાર હેઠળ

06 December 2018 06:33 PM
Rajkot
  • સોખડાની પરિણીતા પર બુટ-પટ્ટા-ધોકા વડે પતિ-સાસુનો હુમલો : સારવાર હેઠળ

કાકીજીની દીકરી સાથે પાણી ભરવા બાબતે બોલાચાલી થઇ તેમાં તો માતા-પુત્ર તૂટી પડ્યાની ભાનુબેને વર્ણવી દાસ્તાન : 2 મહિના પહેલા પણ ભાનુબેનને નદી કાંઠે માર માર્યો’તો

Advertisement

રાજકોટ તા.6
રાજકોટ નજીકના સોખડા ગામની પરિણીતાને તેણીના પતિ અને સાસુએ બુટ, પટ્ટા, ધોકા વડે માર મારી ઈજા પહોચાડતા પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાઈ છે. પાણી ભરવા જેવી બાબતે બોલાચાલી થતા હુમલો થયાની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુંજબ સોખડા ગામે સાત હનુમાન મંદિર પાસે, કુવાડવા રોડ પર રહેતા ભાનુબેન મુન્નાભાઈ ઝાપડા (ઉ.વ.32) નામની ભરવાડ પરિણીતા પર આજે સવારના 8 વાગ્યે પતિ મુન્ના વજા ઝાપડા અને સાસુ ભુરીબેન બુટ, પટ્ટા અને ધોકા વડે તૂટી પડી માર મારતા ભાનુબેનને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે.
અહી ભાનુબેને પોલીસને જણાવેલ કે, ગઈકાલે તેણીના કાકાજીની દીકરી પૂજા સાથે પાણી ભરવા બાબતે બોલાચાલી કરતા આ વાતનો ખાર રાખી પતિ અને સાસુએ તેણી પર હુમલો કર્યો હતો.
ભાનુબેને જણાવેલ કે, બે મહિના પહેલા પણ તે નદીએ કપડા ધોવા ગયા ત્યારે ખોટી શંકા કરીને પતિએ માર મારતા સરકારી સેવા 181 ની મદદ લેવાઈ હતી અને બંને વચ્ચે સમાધાન થયું હતું. આ બનાવની પણ કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.


Advertisement