કુખ્યાત રમેશ રાણાના આગોતરા રદ્દ કરતી અદાલત

06 December 2018 06:32 PM
Rajkot Crime
Advertisement

રાજકોટ તા.6
મોટા મોવાનો રમેશ રાણા મકવાણાએ ફરીયાદ પાછી ખેંચી લેવા યુવાનને આંતરી પાઈપ ધોકા વડે માર મારી મોબાઈલ, પાકીટ તથા સોનાનો ચેનની લુંટ ચલાવનાર રમેશ મકવાણાને એડી. સેસન્જ જજે આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવેલ છે.
કેસની હકીકત જોઈએ તો પડધરી તાલુકાના અમરેલી ગામે રહેદતા ફરીયાદી હિતેશ પરસોતમભાઈ અકબરીના ફઈબા દોશી હોસ્પીટલમાં દાખલ હોય ખબર અંતર પૂછી મોટર સાયકલ લઈ કાલાવડ રોડ પરથી પસાર થઈ અમરેલી જતા હતા તે વખતે સાંઝાચુલા હોટલના પાટીયા પાસે કાળા કલરની કાર લઈ મોટર સાયકલ આંતરી રાણા તથા તેની સાથે અજાણ્યા માણસોએ ફરીયાદીને લાકડી તથા પાઈપ વડે જમણા તથા ડાબા પગ તથા બરડામાં માર મારી સોનાનો ચેઈન, રોકડ સહિતનું પાકીટ, મોબાઈલ ફોન તથા રૂા.47 હજાર રોકડ મુદામાલની લુંટ કરી એકબીજાને મદદગારી કર્યા સબંધે ફરીયાદ નોંધાવેલ હતી. ઉપરોકત આરોપી પૈકી રમેશ રાણા મકવાણાએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન અરજી કરી હતી. આ કેસમાં બન્ને પક્ષોની રજૂઆતો ધ્યાને લઈને અદાલતે આરોપી રમેશ રાણાની આગોતરા જામીન રદ્દ કરતો હુકમ ફરમાવ્યો છે. ઉપરોકત અરજીના કામે સરકાર તરફથી એપીપી અતુલ જોષી તથા ફરીયાદ પક્ષેથી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સહદેવ દૂધાગરા જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.


Advertisement