૧.પ કરોડની ઉચાપતમાં ધારાસભ્ય કિરીટ પટેલને હાઈકોટૅમાં મળી રાહત

06 December 2018 06:32 PM
Ahmedabad Gujarat
  • ૧.પ કરોડની ઉચાપતમાં ધારાસભ્ય કિરીટ પટેલને હાઈકોટૅમાં મળી રાહત

ધરપકડ સામે હાઈકોટૅનો રૂકજાવનો અાદેશ

Advertisement

અમદાવાદ તા.6
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બી.એ.પ્રજાપતિએ પાટણના ધારાસભ્ય(કોંગ્રેસ) કિરીટ પટેલ વિરુદ્ધ 1.5 કરોડ રૂપિયાની ઉચાપત કરવાની ફરીયાદ કરી હતી. એમ.એસ.ડબલ્યુ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પદે હતા ત્યારે ઉચાપત કરી હોવાનો આરોપ કર્યો હતો. ફરીયાદ બાદ ધારાસભ્ય કિરીટ પટેલ હાઇકોર્ટમાં જતા હાઇકોર્ટ ધરપકડ સામે રોક લગાવી છે.
કિરીટ પટેલ એમ.એસ.ડબલ્યુ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પદે હતા ત્યારે વિવિધ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની ભરતી પ્રક્રિયાનું સંચાલન યુનિવર્સિટી દ્વારા તેમના સહયોગથી 2012થી 2017 દરમિયાન કરાવાતું હતું. જેમાં ખર્ચ પેટે નિયમ મુજબ કઈ કોલેજ પાસેથી કેટલા પૈસા લીધા, બેંકમાં રાખ્યા હોય તો પાસબુક, ચુકવણીની રસીદો અંગે કોલેજો પાસેથી માહિતી મંગાવતા કિરીટ પટેલે રોકડા પૈસા લઈ સાદા કાગળમાં રસીદો આપી તમામ વહીવટ જાતે કર્યો હોવાનું સામે આવતાં યુનિવર્સિટીએ ખુલાસો માગ્યો હતો. ગત નવેમ્બરમાં યોજાયેલી કારોબારીમાં સંસ્કૃત વિભાગના રીડર અને ધારાસભ્ય કિરીટ પટેલના ભાઈ દિલીપ પટેલને તેમની ભરતી સમયે રજૂ કરેલા સર્ટીફિકેટ ખોટા હોવાના આરોપસર સસ્પેન્ડ કર્યા હતા.


Advertisement